Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

આજ રોજ વાવ APMC ખાતે સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી …

દેશ ના ભુત પૂર્વ વડાપ્રધાન શ્રી સ્વ અટલ બિહારી વાજપયી ના જન્મ દિવસને લઇ કેન્દ્ર માં રહેલ મોદી સરકાર અને રાજ્ય માં રુપાણી સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪ થી સુશાસન દિવસ ઉજવાય છે અને તેના ભાગ રૂપે સાત પગલા ખેડૂત કલ્યાણ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બે ફૂટ  નું અંતર જાળવી  સાથે સેનિટાઈજર ને ધ્યાન રાખી તેનું ચુસ્ત પાલન જોવા મળ્યું હતું  અને  જેમાં ખેડૂત લક્ષી યોજનો અને ગરીબ કલ્યાણ યોજના ના લાભાર્થી ઓને પણ સહાય વિતરણ કરવામાં આવી હતી ,તેમજ પ્રધાન મંત્રી કિશાન સન્માન નિધિ યોજના હેઠળ આજ રો જ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૯ કરોડ ખેડૂતો ના બેંક માં આશરે રૂ .૧૮૦૦૦ કરોડ રકમ ચૂકવી હતી .આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન બનાસ ડેરી  ના ચેરમેન અને વાવ ના પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ ચૌધરી, અને જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ગુમાનસિંહ સિંહ જી,થરાદ પ્રાંત અધિકારી વી.સી.બોડાણા સાહેબ,વાવ રાણા ગજેન્દ્ર સિંહ જી ,એચ.પી.વેંઝિયા,ભગવાનભાઈ વ્યાસ,ધનજીભાઈ ગોહિલ(પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ), ,તાલુકા પ્રમુખ અને ઉપ્રમુખ ,રામસેંગ ભાઈ રાજપૂત (યુવા ભાજપ મોરચા મહા મંત્રી)અને ભરતસિંહ સોઢા (ભારતીય જનતા યુવા મોરચા ના પ્રમુખ )અન્ય તાલુકા ના સરપંચો તથા તાલુકા ના ડેલીકેટો તથા પાર્ટી ના કાર્યકરો તેમજ વાવ તાલુકા કિસાનો કાર્યક્રમ માં હાજર રહ્યા હતા …

સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત યોજનાઓ

(૧) ખેડૂતોને સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના,

(૨) પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારુ લાભાર્થીઓને નિદર્શન કીટમાં ૭૫% સહાયની યોજના,

(૩) કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપણાની કિસાન પરિવહન યોજના અને

 (૪) ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મૂલ્ય છત્રી/ શેડ કવર પૂરા પાડવાની યોજના

(૫) ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવા માટે સહાય આપવાની મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના

 (૬) સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ CABP (Comprehensive Agro Business Policy) અંતર્ગત યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ તેમજ,(૭) પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ (PM-KISAN) હેઠળ માન.પ્રધાનમંત્રીશ્રી દ્વારા બટન દબાવીને આશરે ૯ કરોડ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી આશરે રૂ.૧૮૦૦૦ કરોડની રકમ ખેડૂતોને આપવામાં આવશે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: