ડીસા પંથક માં પશુઓમાં લંપી વાયરસ નું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે હવે તો બજારમાં રખડતા પશુઓમાં પણ લંપી વાયરલ વકરી રહ્યો છે. જેમાં ડીસા શહેરના મધ્યમાં આવેલ રાજીવ ગાંધી કોમ્પ્લેક્સ માં એક લંપી વાયરસ સંક્રમિત ગાય નું મોત થયું હતું. ગાયનું મોત થતા જ સ્થાનિક વેપારીઓએ જાણ કરતા જીવદયા પ્રેમીઓ તરત જ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને લંપી ગ્રસ્ત ગાય ને લઈ જઇ દફનાવી હતી. બજારમાં રખડતા પશુઓમાં પણ વાયરસ ફેલાતા વેપારીઓમાં અને લોકોમાં પણ ભય ફેલાયો છે. એક તરફ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે બીજી તરફ લંપી વાયરસના સંક્રમણ ના કારણે રોગચાળો વકરવાની પૂરેપૂરી શક્યતા છે જેથી બજારમાં રખડતા પશુઓમાં પણ ઝડપી રસીકરણ થાય અને લંપી વાયરસ અસરગ્રસ્ત ગાયોની તાત્કાલિક સારવાર કરવામાં આવે તેવી વેપારીઓની માંગ છે. જિલ્લા પશુપાલન વિભાગ ના આંકડા મુજબ ડીસામાં અત્યાર સુધી 40 જેટલા પશુઓના લંપી વાયરસ ના કારણે મોત થયા છે
ડીસા પંથક માં લંપી વાયરસ નો સંક્રમણ વધ્યું, ૪૦ ગાયો ના મોત થયા , સારવાર કરવાની માંગ કરાઈ
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
