Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

ડીસા તાલુકાના જુના ડીસા ગામે આવેલ મહાકાલેશ્વર મંદિરે હવન યોજાયો

હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થા નું એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં આગવી આસ્થા ધરાવે છે જેના કારણે હિંદુ ધર્મમાં દર વર્ષે અનેક તહેવારો લોકો હળી મળીને ઉજવતા હોય છે ત્યારે હિન્દુ ધર્મના સૌથી પ્રિય માસ એટલે શ્રાવણ મહિનો.શ્રાવણ મહિનામાં હિન્દુ ધર્મના લોકો એક મહિના સુધી ભગવાન ભોળાનાથની ભક્તિમાં થઈ આરાધના કરતા હોય છે ત્યારે આજે શ્રવણ માસના અંતિમ દિવસે ડીસા તાલુકાના તમામ શિવાલયો હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યા હતા મોટી સંખ્યામાં ભક્તો તમામ શિવાલયોમાં ભક્તિ અને શક્તિ સાથે દર્શન કર્યા હતા ત્યારે ડીસા તાલુકાના જુના ડીસા ગામે આવેલ મહાકાલેશ્વર મહાદેવના મંદિરે પણ દર વર્ષની જેમ આ વર્ષે હવન યોજાયો હતો. આજે યોજાયેલા આ હવનમાં દૂર દૂરથી લોકો હવનમાં જોડાઈ આહુંતી હતી જે બાદ ભક્તોએ ભગવાન ભોળાનાથ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ હોવાના કારણે આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો મહાકાલેશ્વર મંદિરે દર્શન કરવા માટે ઉંમટી પડ્યા હતા જેથી સમગ્ર વાતાવરણ ભગવાન ભોળાનાથની ભક્તિમાં રંગાયું હતું

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: