Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

NIAનો મોટો ખુલાસો, આકંતવાદીઓ મોબાઈલ એપ દ્વારા દેશમાં ફેલાવી રહ્યા છે જાળ

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ એક મોટો ખુલાસો કર્યો છે. NIAના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ દેશમાં નવું હાઈટેક નેટવર્ક સ્થાપિત કર્યું છે. તેના દ્વારા બંને આતંકવાદી સંગઠન ISIS અને અલ કાયદા સાથે મળીને સ્લીપર સેલ તૈયાર કરી રહ્યા છે. આ સંસ્થાઓ આ માટે ટેક્નોલોજીની મદદ લઈ રહી છે. વાસ્તવમાં આ આતંકવાદીઓ એક મોબાઈલ એપનો ઉપયોગ પોતાની વચ્ચે વાતચીત માટે હથિયાર તરીકે કરી રહ્યા છે. આ આતંકવાદી સંગઠનો દેશના અલગ-અલગ રાજ્યોમાં સક્રિય છે.

એપ્લિકેશન પર કરી શકો છો વાતચીત

આ આતંકી સંગઠનો પોતાની સીક્રેટ વાત માટે મોબાઈલ એપ્સની મદદ લઈ રહ્યા છે. કોમ્યુનિકેશન પછી, તેઓ એપને ડિલીટ પણ કરી દે છે જેથી તેને સરળતાથી શોધી ન શકાય. જોકે, NIAને તાજેતરમાં સોશિયલ મીડિયા ચેટ દ્વારા આ આતંકવાદી જૂથોને શોધવામાં સફળતા મળી છે. NIAને ખબર પડી કે આ આતંકવાદી સંગઠનો કોમ્યુનિકેશન પછી એપમાંથી તમામ ડિજિટલ ફૂટપ્રિન્ટ ક્લિયર કરે છે અને બાદમાં કોમ્યુનિકેશન માટે નવી એપ ડેવલપ કરે છે.

કેટલાક રાજ્યોમાં સક્રીય છે આ સંસ્થાઓ

જણાવી દઈએ કે, NIAને દેશના ઘણા રાજ્યોમાં ISIS અને અલ કાયદાના હોવાના સંકેત મળ્યા છે. NIA અનુસાર, આ આતંકવાદી સંગઠનો દેશના 10 અલગ-અલગ રાજ્યોમાં સક્રિય છે. તાજેતરના ભૂતકાળમાં, NIAએ તેમને શોધવા માટે ઘણી ગેરીલા કાર્યવાહી પણ કરી છે, પરંતુ હજુ સુધી રાષ્ટ્રીય તપાસ એજન્સીને કોઈ સફળતા મળી નથી. તાજેતરમાં, ISIS અને અલ કાયદા સંગઠનોને શોધવા માટે NIA દ્વારા 7 રાજ્યોના 14 શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

સંગઠન વધારવા માટે સોશિયલ મીડિયાનો લઈ રહ્યા છે સહારો 

આ આતંકવાદી સંગઠનો નફરત ફેલાવવા અને પોતાનું સંગઠન વધારવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે. આ લોકો સૌપ્રથમ સોશિયલ મીડિયા પર નફરત ફેલાવતી અને ધાર્મિક લાગણી ફેલાવે છે. ત્યારબાદ તેની પોસ્ટને લાઈક અને ફોલો કરનારા મુસ્લિમ યુવાનોને નિશાન બનાવવામાં આવે છે. આ સંગઠનો આ યુવાનોનું બ્રેઈનવોશ કરીને આતંકવાદી સંગઠનો ISIS અને અલ કાયદામાં જોડાય છે અને જે યુવાનો તેમની સાથે જોડાવા માટે સંમત થાય છે તેમને સ્લીપર સેલ બનાવવામાં આવે છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: