હિન્દુ ધર્મમાં અનેક તહેવારોનું ખાસ મહત્વ રહેલું છે દર વર્ષે ઉજવાતા હિંદુ ધર્મના અનેક તહેવારોમાં લોકો રંગે ચંગે ઉજવણી કરતા હોય છે જે અંતર્ગત આજે જન્માષ્ટમી પર્વની સમગ્ર ડીસા તાલુકામાં ઉજવણી કરવામાં આવી રહી છે લોકો શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમમાં પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે યોજાઈ રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના ઢુવા ગામ ખાતે ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિની નીમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમગ્ર ઢુવા ગામના દરેક સમાજના લોકો મટકી ફોડ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને આ મટકી ફોડ કાર્યક્રમ થકી રાસ ગરબા ભાઈઓ બહેનો દ્વારા યોજવામાં આવ્યા હતા અને ઢુવા ગામની અંદર એક સુંદર શોભા યાત્રા નિકાળવામાં આવી હતી આ શોભા યાત્રામાં ગામના આગ્રણી અને ભાઈ બહેનો નાના મોટા દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગામની અંદર ભાઈચારાનો માહોલ ઉભો કર્યો હતો અને ગામની એકતા અને અખંડિતતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજે ઢુંવા ગામે યોજાયેલ જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગામના લોકોએ અવનવી વેશભૂષા ધારણ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.ત્યારે ઢુંવા ગામમાં જ નંદ ઘેર આનંદ ભજો જય કનૈયા લાલ કી ના નાદથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું.
ડીસાના ઢુવા ગામ ખાતે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
