શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા ખાતે જન્માષ્ટમી શુક્રવારના રોજ ગૌમાતાના લંપી વાયરસથી રક્ષણ માટેના આઇશોલાસન વોર્ડનું ઉદ્દઘાટન બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ ના હસ્તે કરાયું છે.આઇશોલાસન વોર્ડના તથા ભોજન પ્રસાદના દાતા પી.એન.માળી પરિવાર બન્યા હતા. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસનો કહેર વધ્યો છે અને ટેટોડા ગૌશાળામાં પણ સૌથી પશુઓમાં લંપી વાયરસ ની અસર થઈ છે. ત્યારે અન્ય પશુઓ ને લંબી વાયરસથી બચાવવા માટે અસરગ્રસ્ત પશુઓ ની સારવાર માટે સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે.ટેટોડા ગૌશાળાની અતિ વિકટ નાણાંકીય પરિસ્થિતિને લઈ પ.પૂ રામરતનજી મહારાજે અપીલ કરતા ગૌભક્તોએ વર્ષે રૂપિયા અઢી કરોડ જેટલો ફાળો નિયમિત મોકલવાનો સરાહનીય નિર્ણય કર્યો છે. સાંજે જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે લંપી વાયરસ ને વધતો અટકાવવા માટે દાતાઓ દ્વારા આયસુલેશન વોર્ડ બનાવી ખૂબ જ સલાહનીય કામગીરી કરવામાં આવી છે, સાથે સાથે જ્યારે પણ સમાજમાં જરૂરિયાત ઊભી થાય છે અને એ જરૂરિયાત માટે સમાજની પડખે આવીને ઊભા રહે છે તે તમામ દાતાઓ ને આભાર સાથે શુભેચ્છાઓ પાઠવી હતી . .
લંપી વાયરસથી રક્ષણ માટેના આઇશોલેશન વોર્ડનું ઉદ્દઘાટન કરતા બનાસકાંઠા કલેકટર
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
