ડીસા પંથકમાં મુશળધાર વરસાદ થી સર્વત્ર જળબંબાકાર થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હાલત કફોડી બની છે ત્યારે હવે ભારે વરસાદના પગલે ડીસા તાલુકાના અનેક તળાવો ઓવર ફ્લો થઈ રહ્યા છે જેના કારણે લોકોને ઘર છોડી બહાર નીકળવાની ફરજ પડી રહી છે ત્યારે ડીસા તાલુકા ના આસેડા ગામે પણ ભારે વરસાદી પાણીના પ્રવાહ થી તળાવ ઓવરફ્લો થઈ જતા બાજુમાં આવેલ વાલ્મિકી વાસ ના ઘરોમાં પાણી ઘુસી ગયો હતું. દસ જેટલા ઘરોમાં પાંચ પાંચ ફૂટ પાણી ઘૂસી જતા 30 થી વધુ લોકો પાણી માં ફસાઈ ગયા હતા. આ અંગે જાણ થતાં ગામના સરપંચ ના પુત્ર સાગરભાઇ દેસાઈ ની ટીમ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી હતી અને ઘર માં ફસાયેલા 30 જેટલા લોકોને રેસ્ક્યુ કરી બહાર નીકળી સલામત સ્થળે ખસેડયા હતા. જ્યાં સુધી ઘરો માંથી પાણીના ઓસરે ત્યાં સુધી તમામ અસરગ્રસ્ત લોકો ની રહેવાની વ્યવસ્થા શાળા માં કરી આપી હતી તેમજ જમવા માટેની પણ ગામવતી વ્યવસ્થા કરાઈ છે. આ અંગે સરપંચ પુત્ર સાગરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વાલ્મિકી વાસ ના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ફસાઈ ગયા હતા. અમે તરત જ લોકોને બહાર નીકાળી ઊંચાણ વાળી જગ્યાએ ખસેડ્યા છે અને ગામ વતી તેમને જમવાની વ્યવસ્થા પણ કરી આપી છે
સરપંચ પુત્ર ની અનોખી કામગીરી,આસેડા ગામમાં રેસ્ક્યુ કરી 10 પરિવારોને આશ્રય અપાયો
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
