બનાસકાંઠામાં સતત વરસી રહેલા વરસાદના કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડીસા તાલુકામાં છેલ્લા એક મહિનામાં અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે વારંવાર સર્જાતા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો મોતને પિતા છે તો અનેક લોકો જાગ્રસ્ત થયા છે ત્યારે આજે વહેલી સવારે ડીસા ધાનેરા રોડ પર આખોલ ચાર રસ્તા નજીક વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાંની વિગતો જોઈએ તો આજે વહેલી સવારે ડીસા માં આખોલ ચાર રસ્તા પાસે ધાનેરા તરફ એક ટ્રકની પાછળ બનાસ ડેરીનું દૂધનું ટેન્કર ઘુસી જતા ટેન્કર ચાલકનું ડ્રાઇવર સીટ પર જ કરુણ મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ ડીસા તાલુકા પોલીસને કરાતા પોલીસે દોડી જઈ ટેન્કર ના કાટમાળમાં ફસાયેલી ચાલક ની લાશ ને બે કલાક ની ભારે જહેમત બાદ મહા મહેનતે બહાર કાઢી હતી અને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.પોલીસે લાશની ઓળખ કરતા મૃતક ઉત્તરપ્રદેશ ના ફિરોઝાબાદ જિલ્લાના કરણપુર ગામનો બલવીરસિંહ મહેશચંદ્ર યાદવ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ડીસા તાલુકા પોલીસે અકસ્માત અંગે ફરિયાદ નોંધી મૃતક ડ્રાઇવરના વાલી વારસોને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી.
ડીસા ધાનેરા રોડ પર આવેલ આખોલ ચાર રસ્તા નજીક અકસ્માત,એકનું ઘટના સ્થળે મોત
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
