સમગ્ર દેશમાં આજે 76માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ રહી છે. ત્યારે બનાસકાંઠા ના વાવ તાલુકાના બુકણા વાસ પ્રા શાળા ખાતે 15 ઓગષ્ટ નિમિત્તે 76 માં સ્વાતંત્ર્ય દિન સમારોહ અને ધ્વજવંદન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. સમગ્ર દેશમાં 13 થી 15 ઓગષ્ટ 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત તાલુકાના લોકો દ્વારા ઘરે ઘરે રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યાં છે. ત્યારે વાવ તાલુકામાં તાલુકા કક્ષા ના કાર્યક્રમ માં તાલુકાના અધિકારીઓ સહિત મામલદાર કે.એચ .વાઘેલા સહિત પોલીસ વિભાગના જવાનો, બાળકો, ગ્રામ જનો, શાળા સ્ટાફ, નાના બાળકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો એ ઉમંગભેર ભાગ લઈ તિરંગાને સલામી આપી હતી.જ્યારે વાતાવરણ તિરંગામય બની જવા પામ્યું હતું. આ પ્રસંગે વાવ મામલતદાર દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. જેમાં, તેમને સ્વાતંત્ર્ય દિન વિશે અને આઝાદીના લડવૈયા મહાનુભાવો અને શહીદોને યાદ કર્યા હતા. સાથે જ લોકોને સમસ્યાઓ કે યોજનાઓ અંતર્ગત વિશેષ માહિતી આપી હતી.
વાવ તાલુકા કક્ષા નો ધ્વજવંદન કાર્યક્રમ બુકણા વાસ પ્રા.શાળા ખાતે યોજાયો ,મોટી સંખ્યા માં લોકો હાજર રહી સલામી આપી
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
