Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

હર ઘર તિરંગા અભિયાનની રંગે ચંગે ઉજવણી કરવા જિલ્લાવાસીઓને અપીલ કરતા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનનો આજથી પ્રારંભ થયો છે.જેમાં સામાન્ય નાગરિકો અને દેશવાસીઓ 75 વર્ષની ઉજવણીમાં સહભાગી બની પોતાના ઘર, રહેઠાણ, વ્યવસાય, ઓફિસ અને ધંધાના સ્થળે તિરંગો ધ્વજ લહેરાવી પોતાની દેશભક્તિ વ્યક્ત કરી રહ્યા છે. રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠામાં પણ લોકો હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર જોડાઈ ગૌરવભેર આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવતા હર ઘર તિરંગા અભિયાનની રંગે ચંગે ઉજવણી કરવા અપીલ કરી હતી. તારીખ 13, 14 અને 15 દરમિયાન આપણે હર ઘર તિરંગા અભિયાન થકી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે દેશ ભક્તિની ભાવનાને દિલમાં સંજોવી રાખી દેશ માટે સરસ કામ કરવાની અપીલ સાથે તેમણે ઘર, ઓફિસ, દુકાન પર તિરંગો લહેરાવવા લોકોને જણાવ્યું હતું.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: