પશુઓમાં જોવા મળતા લમ્પી વાઇરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાના ભંગ કરતા ઇસમ સામે ડીસામાં ફરીયાદ દાખલ કરાઇ પશુઓમા ચાલતા લમ્પી વાઇરસને અટકાવવા માટે પશુઓની હેરફેર કરવા પ્રતિબંધ કરેલ હોવા છતાં પશુની એક જિલ્લાથી બીજા જિલ્લામા હેરફેર કરી ગુનો કરતા ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ ધોરણસર કાર્યવાહી કરાઇ બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં જોવા મળતા લમ્પી વાઇરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા પશુઓની હેરફેર પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ જાહેરનામાની કડક અમલવારીના પગલે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાની સુચના મુજબ ડીસા રૂરલ પોલીસ દ્વારા પશુઓની હેરફેર કરતાં ઇસમો સામે ફરીયાદ દાખલ કરીને જાહેરનામાના ભંગ બદલ ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બાબરભાઇ સાંકાભાઇ રબારી ઉ.વ-૪૨ ધંધો- ખેતી રહે. જાખા તા. સરસ્વતી જી. પાટણ વાળાએ પોતાના કબ્જા ભોગવટાના મહીન્દ્રા બોલેરો મેક્સી ડાલા નં.જીજે-૧૮-એટી-૧૫૧૯ ના ચાલકે હાલમા પશુઓમા ફેલાયેલ લમ્પી વાઇરસ ચાલતો હોઇ જેને અટકાવવા માટે પશુઓની હેરફેર કરવા પ્રતિબંધ કરેલ હોવા છતા પશુની એક જિલ્લાથી બીજા જિલ્લામા હેરફેર કરતો પકડાઇ જઇ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ના જાહેરનામાના ભંગ કરતા ઇસમ સામે ડીસામાં ફરીયાદ દાખલ કરાઇ
પશુઓમાં જોવા મળતા લમ્પી વાઇરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાના ભંગ કરતા ઇસમ સામે ડીસામાં ફરીયાદ દાખલ કરાઇ
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
