Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

T20 વર્લ્ડકપ 2022માં સ્થાન પાકુ થતા ઝીમ્બાબ્વેના ખેલાડીઓ ઝૂમી ઉઠ્યા

નવી દિલ્હીઃ ઝિમ્બાબ્વે આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય થઈ ગયું છે. ઝિમ્બાબ્વેની સાથે નેધરલેન્ડની ક્રિકેટ ટીમ પણ આ ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. આ સાથે જ વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી તમામ 16 ટીમોને ફાઈનલ કરવામાં આવી છે. ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ વર્લ્ડ કપમાં રમનારી 15મી અને 16મી ટીમ બની ગઈ છે. T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયા બાદ ઝિમ્બાબ્વેના ખેલાડીઓમાં ખુશી જોવા મળી હતી અને ડ્રેસિંગ રૂમમાં અનોખી રીતે ટીમની સફળતાની ઉજવણી કરી હતી. તેનો વીડિયો ઝિમ્બાબ્વે ક્રિકેટ એસોસિએશને તેના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે.

ખેલાડીઓના ડ્રેસિંગ રૂમના ઝિમ્બાબ્વે ક્રિકેટ એસોસિએશન દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળે છે કે તમામ ખેલાડીઓ જમીન પર પોતાના બેટને જોરથી ટેપ કરી રહ્યા છે. આફ્રિકન દેશોના આદિવાસીઓની ખુશીની ઉજવણી કરવાની આ પરંપરાગત રીત છે. ક્રેગ એર્વિનની આગેવાની હેઠળની ઝિમ્બાબ્વે ટીમ માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. ઝિમ્બાબ્વેની ટીમ ગયા વર્ષે UAEમાં યોજાયેલા T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી શકી નહોતી. ICCના 10 ટીમના નિયમને કારણે ઝિમ્બાબ્વે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 2019ના વર્લ્ડ કપમાં પણ જગ્યા બનાવી શક્યું નથી.

ક્વોલિફાયરની ફાઈનલ ઝિમ્બાબ્વે-નેધરલેન્ડ વચ્ચે રમાશે

ઝિમ્બાબ્વેએ શુક્રવારે T20 વર્લ્ડ કપ ક્વોલિફાયરની સેમી ફાઇનલમાં પાપુઆ ન્યૂ ગિનીને 27 રને હરાવી વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બીજી તરફ, નેધરલેન્ડ્સે તેની સેમિફાઇનલ મેચમાં અમેરિકાને હરાવીને ક્વોલિફાયરની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે T20 વર્લ્ડ કપ ક્વોલિફાયરની ફાઈનલ નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાશે, જે ટીમ ફાઈનલ જીતશે તે વર્લ્ડ કપમાં ગ્રુપ-બીમાં સ્થાન મેળવશે.

જ્યારે ઉપવિજેતા ટીમ ગ્રુપ Aમાં રહેશે. ગ્રુપ-બીમાં આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ છે, જ્યારે ગ્રુપ-એમાં નામીબિયા, યુએઈ અને 2014ની ચેમ્પિયન ટીમ શ્રીલંકા છે. શ્રીલંકાની ટીમ સતત બીજા T20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજની મેચ રમશે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રમત-ગમત • Oct 4, 2026

ભારતીય રમતવીરોનો એશિયન ગેમ્સમાં ઐતિહાસિક દેખાવ: 100 થી વધુ મેડલ જીતી રચ્યો નવો ઇતિહાસ

નવી દિલ્હી: ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધાર્યું છે. એથ્લેટિક્સ,...
રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
ગુજરાત • Sep 6, 2022

શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું

દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
ગુજરાત • Sep 6, 2022

પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: