Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

1 જુલાઈથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાતાં ડીસા ચીફ ઓફિસર દ્વારા વેપારીઓ સાથે બેઠક યોજી

હવે કેન્દ્ર સરકાર દ્વારા હેલ્થને હાનિકારક એવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામા આવશે. ત્યારે ગુજરાતમાં પણ 120 માઇક્રોનથી ઓછા અને રિસાઈકલ ન થઈ શકે એવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાયો છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેઇન્જ મંત્રાલય દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. જેના આધારે ગુજરાતમાં હવે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કેટલાક પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ પર 1 જુલાઈ 2022 થી સંપૂર્ણ બંધ કરવાનો પરિપત્ર જાહેર કરાયો છે. 1 જુલાઈથી પ્લાસ્ટિકની પ્લેટ, ઝંડા, કપ, સ્ટ્રો, ટ્રે, ફોર્ક, આઈસ્ક્રીમની ચમચી જેવા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં થઈ શકે છે. એક વિશેષ પરિપત્ર દ્વારા આ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. .
પરિપત્ર મુજબ, 100 માઇક્રોનથી ઓછી જાડાઈના કપ, પ્લેટ્સ, ચમચી, નાઇફ સહિત અન્ય વસ્તુઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ ઈયર બડ્સના પ્લાસ્ટિક, પ્લાસ્ટિક સ્ટીક, પ્લાસ્ટિ ઝનડા, ચોકલેટ અને આઈસ્ક્રીમ સ્ટીક સહિતની વસ્તુઓ પ્રતિબંધિત જાહેર કરાઈ છે. 1 જુલાઈથી પ્લાસ્ટિકની આ વસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત કેન્ડી સ્ટીક, થર્મોકોલનું ડેકોરેશન, પ્લેટ-કપ, ગ્લાસ, સ્ટ્રો, ટ્રે, બોક્સને લગાવવાની ટેપ, સિગારેટના પેકેટ પરનું પ્લાસ્ટિક પણ પ્રતિબંધિત રહેશે. 1 જુલાઇ 2022થી ઉત્પાદકો, આયાતકારો, જથ્થાબંધના વેપારીઓ, વેચાણકારો અને ઉપયોગકર્તાઓ માટે તેના સિવાય પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક, પોલીસ્ટ્રીને અને એક્સાપાન્ડેડ પોલીર્સ્ટીન, કોમોડિટીઝ પણ પ્રતિબંધિત કરવામાં આવી છે. જેમાં પણ વિવિધ પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. જેમ કે..ઇયર બડના પ્લાસ્ટિક સ્ટિક.બલુનની સ્ટિક
પ્લાસ્ટિકના ઝંડા.કેન્ડી સ્ટિકઆઇસ્ક્રીમની પ્લાસ્ટિકની ચમચી થર્મોકોલના ડેકોરેશનપ્લેટ, કપ,ગ્લાસ જેવી કટલરીચમચી, કાંટો, સ્ટ્રો, ટ્રેબોક્સને લપેટવા માટે ફિલ્મ- પ્લાસ્ટિકઈન્વિટેશન કાર્ડસિગારેટ પેકેટ પર લગાવવાના પ્લાસ્ટિક100 માઇક્રોન કરતાં પાતળા પીવીસી બેનર જેવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવતાં ડીસા નગરપાલિકા કચેરી ખાતે ડીસા શહેરના પ્લાસ્ટિકના વેપારીઓ સાથે ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી દ્વારા બેઠક બોલાવી હતી જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક નું વેચાણ બંઘ કરવા જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્યારે ડીસા શહેરમાં પ્લાસ્ટિક એસોસિયેશનના તમામ વેપારીઓ દ્વારા પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક નું વેચાણ બંઘ કરવા ચીફ ઓફિસરને ખાત્રી આપી હતી..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: