Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ડિસા ધારાસભ્ય ની રજુઆત થકી મુખ્યમંત્રી રાહત ફંડ માંથી 4,33,000/- સહાય આપી ગોળીયા ગામ ની દીકરીની જિંદગી બચાવી

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા:બ્યુરો બનાસકાંઠા

બનાસકાંઠા જીલ્લા ના ડીસા વિધાન સભા ના મોરચલ ગોળિયા ગામના માળી સમાજ ના યુવાન જગદીશકુમાર સાંખલા (ઉ.વ.-30 વર્ષ ) ની એમના ઘર ની લક્ષ્મી એવી એમની લાડલી દીકરી બિનલ (ઉ.વ.-06 વર્ષ ) ને લીવર ની ગંભીર બીમારી થયેલ અને લીવર ડેમેજ થયેલ, દીકરી ની જીંદગી બચાવવા માટે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની પરિસ્થિતિ આવી પડેલ જેનો આર્થિક ભાર પોતે એકલા ચૂકવી શકે એવી પરિસ્થિતિ ન હોતી તો એક જવાબદાર નાગરિક અને સરકાર ના પ્રતિનિધિ ડિસા ધારાસભ્ય શશીકાંત પંડ્યા યે સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને તારીખ ૦૨/૦૭/૨૦૨૧ ના રોજ રજઆત કરતા ત્વરિત તેઓના મુખ્યમંત્રી રાહત ફંડ માંથી રૂ 4,33,000/- ની સહાય તારીખ ૧૬/૦૭/૨૦૨૧ ના રોજ દીકરી ની જિંદગી બચાવવા ફાળવેલ.

ત્યારબાદ પિતા તરીકે જગદીશકુમાર સાંખલા એ પોતાનું લીવર,લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે આપ્યુ અને ડૉક્ટર ની ભારે જહેમત બાદ દીકરી નું સફળ ઓપરેશન થયું .આજ રોજ દીકરી ના સ્વાસ્થ્ય ના સમાચાર પૂછવા ડીસા ધારાસભ્ય શશીકાંત પંડ્યા, જિલ્લા ભા.જ.૫ ઉપ પ્રમુખ શ્રી કૈલાશભાઈ ગેલોત, ડીસા તાલુકા કારોબારો ચેરમેન શ્રી એન.ટી માળી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી એન. સી ટાંક, ગેનાજી ગોલીયા ના પૂર્વ સરપંચ શ્રી રમેશભાઈ જોશી, મોરથલ ગોળિયા ના સરપંચ શ્રી પરેશભાઈ માળી, ડીસા ભા.જ.પ. કારોબારી સદસ્ય શ્રી સુરેશભાઈ નરેગા ની ઉપસ્થિતિ માં રૂબરૂ શુભેચ્છા મુલાકાત લીધી,

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વયક્તિ વિશેષ • जून 29, 2022

રાજસ્થાન અને ગુજરાતના સબંધો પર મહાશોધ નિબંધ પર શેષકરણ ભંવરદાન ચારણે PhD પદવી મેળવી

રાજસ્થાનના ઝણકલી – બાડમેરના વતની અને વર્તમાનમાં સરકારી વિનયન કોલેજ, વાવ (બનાસકાંઠા) ખાતે છેલ્લા...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: