રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં મોડે મોડે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છેજેમાં બનાસકાંઠા ના અંતરિયાળ ગામડાઓ મેધરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી છે જેમાં છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો વાવ તાલુકા માં ૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેમાં વાવ તેમજ આજુબાજુ માં આવેલ ગામો જેવા કે તીર્થગામ વગરે જગ્યાએ વરસાદી પાણી ભરાતા ugvcl ની ss ની ઓફીસ સહીત,ગ્રામ્ય વિસ્તાર માં પાણી ભરાતા પશુપાલકો સહીત ગામલોકો પરેશાન થયા છે તેમજ વાવ તીર્થગામ રોડ માં પાણી ભરાયું તેમજ માડકા ગૌ શાળા માં પાણી ધુસ્યું ,રાછેણા,લોદ્રાણી,નાળોદર ,ચોથા નેસડા સહીત ગામો માં વરસાદી પાણી ભરાયા છે. તેને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા, અનેક ઘરોમાં પાણી ઘુસી જતા લોકોના માલસામાનને નુકસાન થયું છે.