ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે નિલકંઠધામ – સ્વામિનારાયણ મંદિર પરિસરમાં એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એક વિડીયોમાં ગાય વિશે પોતાની વાત કરતા હતા આ દરમિયાન તેમણે એવું કહ્યું છે કે ગાયને તિલક પણ કરો છો,પૂજા પણ કરો છો,ઘંટડી પણ લગાવો છો પણ જ્યારે ગાય દૂધ નથી આપતી ત્યારે તેને ઘરની બહાર નીકાળી દો છો તેવું રાજ્યપાલે કહ્યું છે.ના દૂધ પીવે છે અને નાતો ગાય ને સાચવે છે તો પણ ગાય માતાકી જય ,ગાય માતાકી જય ના નારાઓ લગાવે છે… તેવુ ગુજરાતના રાજ્યપાલે નિવેદન આપ્યું છે.વધુમાં તેમને હિન્દૂ સમાજ પર એક મોટું નિવેદન પણ આપ્યું હતું અને કહ્યું હતું કે આ કારણે જ હિન્દૂ સમાજ ઢોંગી નમ્બર 1 કહેવાય છે તેવું કહેતા વીડિયોમાં દેખાઈ રહ્યા છે.હાલ આ વીડિયો ખૂબ વાઇરલ પણ થઈ રહ્યો છે.રાજ્યપાલ ના આ નિવેદન બાદ ગુજરાતમાં ઘણા લોકો નારાજ થયા છે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને માફી માંગવા માટે કહ્યું છે.હિન્દૂ સમાજ ઢોંગી નમ્બર 1 ના નિવેદન બાદ અત્યારે ગુજરાત માં આ નિવેદનની ચર્ચાઓ થઈ રહી છે.ગાય માતાકી જય ,ગાય માતાકી જય ના નારાઓ કરનાર વ્યક્તિઓને ટાર્ગેટ કર્યા હોય તેવું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના નિવેદનમાં દેખાઈ રહ્યું છે.