- અનેક નામો ના વિપરીત અનોખું નામ
- આનંદીબેન પટેલ ના નજીક ના નેતા માં મોખરે નામ

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : ગુજરાત
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે અને આનંદીબેન પટેલના નજીકના ગણાય છે. ભૂપેન્દ્ર પટેલ ઔડાના ચેરમેન રહી ચુક્યા છે અને એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત બાદ વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં તેમને શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ ભૂપેન્દ્રભાઈ એક સરળ અને સૌમ્ય વ્યક્તિ છે તેમ જણાવી તેમની કામગીરી વિશે ટૂંકો અહેવાલ આપ્યો હતો. વિજય રૂપાણીએ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં વડાપ્રધાનની વિકાસ યાત્રા સોળે કળાએ ખીલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી પદને ગુજરાત ની પ્રજા નું સિંહાસન ગણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલ 2017માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેમણે ઘાટલોડિયામાં સૌથી વધારે લીડ સાથે વિજય મેળવ્યો હતો. વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યું ત્યારથી દરેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે, ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે? આ ઉપરાંત નવા મંત્રી મંડળમાં કયા કયા નેતાઓને સ્થાન આપવામાં આવશે તેને લઈને પણ વિવિધ અટકળો થઈ રહી હતી. રવિવારે બપોરના સમયે કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમડ સી.આર. પાટીલ કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભાજપના કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ ધારાસભ્ય દળની બેઠકમાં પુરૂષોત્તમ રૂપાલાએ સંબોધન કર્યું હતું. હવે પછી આવતી કાલે સપત વિધિ કરવામાં આવશે અને પોતાના મંત્રી મંડળ નો વિસ્તાર કરશે ..