- મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા નડાબેટ
- ભારત પાકિસ્તાન બોર્ડર પર નિર્માણ થઈ રહેલા પ્રવાસન વિભાગના કામ નું કર્યું નિરીક્ષણ
- ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન માટે થઈ રહ્યા છે વિકાસના કામો
- સી એમ સાથે પ્રવાસન મંત્રી પણ સરહદી વિસ્તાર ની મુલાકાતે

- યે હૈ ન્યુઝ ઇન્ડિયા :સુઈગામ
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બનાસકાંઠાના સરહદી વિસ્તારની મુલાકાતે હતા. ભારત પાકિસ્તાન બોર્ડર પર નિર્માણ પામી રહેલા પ્રવાસન વિભાગના કામનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. જે કામો 15 ઓગસ્ટના દિવસે ભારત પાકિસ્તાન બોર્ડર પર નિર્માણ થયેલા પ્રવાસન વિભાગના કામો લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત પાકિસ્તાન બોર્ડરના નડાબેટ તેમજ 0 પોઇન્ટ પર ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર વિકાસના કામો ચાલી રહ્યા છે. સો કરોડથી વધુ ખર્ચે થઈ રહેલા અલગ વિકાસના કામનું નિરીક્ષણ કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પ્રવાસન વિભાગ મંત્રી જવાહાર ચાવડા ,પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી ,બનાસકાંઠા સાસંદ પરબતભાઈ પટેલ ,બનાસકાંઠા જીલ્લા પ્રમુખ ગુમાનસિંહ જી ચૌહાણ પાકિસ્તાન બોર્ડર પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે બોડર વિકાસમાં થઈ રહેલા કામોની સમીક્ષા કરી વધુ સારું શું કરી શકાય તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ કામોની સાઇટ ઉપર જઈ કામની પ્રગતિની જાત તપાસ કરી હતી. ભારત પાકિસ્તાન બોર્ડર નિરીક્ષણ સમય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ભારત પાકિસ્તાન બોર્ડર લોકોના પ્રવાસન વિભાગ તરીકે વિકસે તે માટે આગામી સમયમાં બોર્ડર લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે. 15 મી ઓગસ્ટ સુધી વિકાસના તમામ કામોની પૂર્ણ કરી સ્વતંત્રતા દિવસના દિવસે લોકો માટે તમામ વિકાસના કામો ખુલ્લા મુકવામાં આવશે. ગુજરાતીઓ માટે ભારત પાકિસ્તાન બોર્ડર પ્રવાસ કરવા માટેનું નવું સ્થળ બનશે.