આજે આખરે ગુજરાત ભાજપની સી આર પાટીલની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં 7 ઉપપ્રમુખ, 5 મહામંત્રી સહિત 22ને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં 6 મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. નવી ટીમમાં ગોરધન ઝડફિયાને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે સંગંઠનના મહામંત્રી ભીખુ દલસાણીયાને યથાવત રાખવામાં આવ્યા છે. ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી રજની પટેલને સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેમને મહામંત્રી બનાવાયા છે.