ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તમામ રાજકીય પક્ષો હવે મતદાતાઓને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે. ત્યારે હવે કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે, 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે સ્વૈચ્છિક બંધમા જોડવા લોકોને અપીલ કરી હતી. કાર્યકર્તાઓ આજથી વેપારી એસોસિએશનને મળવાનું ચાલુ કરશે અને તેમને વિનંતી કરશે. સરકાર દ્વારા થતી હેરાનગતિ, પરેશાની, મોંઘવારી આ બધાથી સમગ્ર ગુજરાતની પ્રજા પીડિત હોય, ત્યારે આ પીડિત પ્રજાના પ્રશ્નોને લઈને આ બંધનું કરવામાં આવ્યું છે.’