ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે, અને હવે બીજા અતબક્કાનુ મતદાન આગામી 5 ડિસેમ્બરે થવાનું છે. ત્યારે બાકી રહેલી 93 બેઠકો પર ઉમેદવારો મતદારોને આક્રષવા માટે પોતાનો પ્રચાર કરી રહ્યા છે. આવતી કાલે પ્રચારનો છેલ્લો દિવસ છે અને સાંજે ચૂંટણી પ્રચારનો ધમધમાટ શાંત થઈ જશે, ત્યારે પોતાનો પ્રચાર કરવા માટે ઘણા નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં વડાપ્રધાન મોદી સભાઓમાં ગર્જના કરી રહ્યા છે અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
ત્યારે વડોદરામાં ડભાઈ બેઠકના ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતા વિરોધીઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. તેમણે વડોદરા પાસે ભાયલી ગામે જાહેરસભામાં સંબોધન કર્યું અને દરમિયાન વિરોધીઓને આડે હાથ લીધા હતા. સાથે જ તેમણે જાહેરસભામાં એવું નિવેદન આપી કે જેને લીધે વિવાદ ઉભો થઈ શકે એમ છે અને આનો સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થયો છે.
વડોદરાની ડભોઈ બેઠકથી વર્તમાન ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતા (સોટ્ટા)એ જાહેરસભામાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. દરમિયાન સ્ટેજ પરથી તેમણે કહ્યું – જેને તફલીફ હતી એ ભારતીય જનતા પાર્ટી છોડીને ચાલ્યા ગયા, અહીંના સરપંચને ટિકિટ ન મળતા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા અને હવે તેઓ કોંગ્રેસના કેમ્પમાં બેઠા છે. શું અહીં એમની એટલી બધું ઉપજ છે? હું જાહેરમાં કહું છું કે આપણે આપણી હેસિયતમાં રહેવું જોઈએ. જો મોટા બનાવતા આવડે છે તો નીચે પાડતા પણ આવડે છે. હું કોઈનાથી ગભરાયો નથી અને ગભરાવાનો નથી.
આ પછી વધુમાં બોલતા શૈલેષ મહેતાએ કહ્યું કે જંગલમાં કોઈ ચાર જંગલી કૂતરા સિંહને ઘેરી શકે પણ શું સિંહનો શિકાર કરી શકે? તમે ભલે અમને ઘેરવાનો પ્રયાસ કરો પણ અમારો શિકાર ન કરી શકો. તમે ષડયંત્ર રચી શકો પણ શિકાર તો ન જ કરી શકો.
જણાવી દઈએ કે ગુજરાતમાં વડોદરાની આ બેઠક પર બીજા તબક્કામાં મતદાન થવાનું છે, પરિણામ 8 ડિસેમ્બરે આવશે.