2500 વર્ષ કરતા વધુ સમયથી સતત ધબકતું રહેલું આ શહેર સાત અલગ અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે. વડનગર મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે હિંદુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. આ શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોનો અણમોલ ખજાનો છે. તમામ ઐતિહાસિક ખાસિયતો ધરાવતું હોવા છતાં લોકોથી અજાણ્યું રહેલું વડનગર તે સમયે દેશ અને દુનિયાના નકશા પર ઉભરી આવ્યું, જ્યારે અહીંની ભૂમિમાં જ જન્મેલા શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વડનગરના ઐતિહાસિક મહત્વ અને મહાભારત કાળથી જે નગરી ગુજરાતની ધરતીને શોભાવી રહી છે તે વડનગર, આનર્તપ્રદેશની રાજધાની પણ રહી હતી. દ્વારકાધીશ શ્રીકૃષ્ણની નગરી દ્વારકાની સમકાલિન અને કૃષ્ણ ભકતકવિ નરસૈંયાની દોહિત્રી શર્મિષ્ઠાની નગરી વડનગર ગુજરાત રાજ્યનું અનોખું ઘરેણું છે. વડનગરનાં પુરાતત્વીય સ્થળો,જળ સ્થાપત્યો, સાંસ્કૃતિક વારસો આ નગરીને વધુ સમૃધ્ધ કરે છે. પ્રાચીન સમયમાં તેની ઐતિહાસિક અને સાંસ્કૃતિક જાહોજલાલીનાં કારણે આ નગરી વિશ્વના મુસાફરો સંશોધકોમાં ખૂબ પ્રચલિત બની હતી.
પુરાતન સમયની અનેક યાદો અને ભવ્ય ભાતીગળ ઈતિહાસ વર્ષોથી આ નગરીએ સાચવ્યો છે. છ દરવાજા, શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મંદિર, ગુજરાતની ઓળખ કીર્તિ તોરણ અને સંગીતજ્ઞ નાગર બેલડી તાનારીરીનું નગર એટલે વડનગર.
વડનગરના ઉલ્લેખો વિવિધ પ્રાચીન ગ્રંથો અને શિલાલેખોમાં જોવા મળે છે, જેમાં વડનગરનું પ્રાચીન નામ ચમત્કારપુર, આનંદપુર, આનર્તપુર, વૃધ્ધનગર હતું. આ નગરીનો ઉલ્લેખ નાગરખંડ, શિલાલેખો સહિત અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે. આ નગરી અનેક વૈવિધ્યપૂર્ણ શાસનો, શાસકો, સ્થાપત્યો, શિલ્પો, સાહિત્ય અને ધર્મોની-માનવ સંસ્કૃતિની ધરોહરને સાચવી રહી છે.
ખેરાલુ તાલુકામાં સમાવિષ્ટ વડનગરને ઈ.સ. ૧૯૯૮માં અલગ તાલુકા તરીકે જાહેર કરવામાં આવ્યું એ સાથે જ વડનગર શહેર અને તાલુકાની વહીવટી તેમજ મહેસૂલી કામગીરી ઘરઆંગણે થવા લાગી. ઈ.સ.૧૯૯૪માં વડનગર શહેરને નગરપાલિકાનો દરજ્જો મળ્યો.આ નગરી ઐતિહાસક કે સાંસ્કૃતિક વિશેષતા સાથે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈની જન્મભૂમિ છે.
૧૬ મી સદીમાં ભક્તકવિ નરસિંહ મહેતાની પુત્રી શર્મિષ્ઠાને તાના અને રીરી એમ બે દીકરીઓના મલ્કાર રાગે સંગીત સમ્રાટ તાનસેને દીપક રાગમાં ટાઢક આપી. બાદશાહ અકબરે આ બન્ને બહેનોને દિલ્હી તેડી લાવવા સેનાપતિઓને વડનગર મોકલ્યા. આ બહેનઓએ આત્મ બલિદાન આપ્યું. તાના-રીરીના આ બલિદાનના પ્રતીક રૂપે બંને બહેનોની સમાધિ અહીં આવેલી છે.
રાજ્ય સરકારે આવી વિરાંગના કલાધારિણી બહેનોને સૂરાંજલી અર્પવા માટે તાનારીરી ગાર્ડનનું નિર્માણ કર્યું છે. કારતક સુદના નોમના દિવસે પ્રતિ વર્ષ- ૨૦૦૩થી તાનારીરી મહોત્સવનું વડનગરમાં આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે તાનારીરી સંગીત સન્માન એવોર્ડ આપવામાં આવે છે
સોળમી સદીમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઇએ પોતાની પુત્રિ શર્મિષ્ઠાને વડનગરમાં પરણાવી હતી. તેમની સંગીતજ્ઞ પુત્રીઓ તાના-રીરીએ માતા શર્મિષ્ઠાની યાદમાં આ તળાવ બંધાવ્યું હતું. ૭૯ એકરના વિશાળ પુરાતન સરોવરમાં પાણીની આવક તારંગાના પર્વતોમાંથી થાય છે. તેનું બાંધકામ હોઇડ્રોલિક ઇજનેરીના સુનિયોજિત ઉપયોગનું ઉદાહરણ છેતળાવના કિનારે ઊંચા ટેકરા ઉપર અર્ધચંદ્રાકારે વડનગર શહેર આવેલું છે.
તોરણોમાં સ્થાપત્યનો અખૂટ ખજાનો અને પથ્થરોમાં નકશીદાર શિલ્પો જોવા હોય તો ગુજરાતનું વડનગરનુ કીર્તિતોરણ જોવું પડે. વિશ્વમાં ખૂબ જ સુંદર કહી શકાય તેવા ગણ્યાં-ગાંઠ્યાં સ્થાપત્યોમાં નામના મેળવનાર કીર્તિતોરણ ગુજરાતનું ગૌરવ છે.
વડનગરના કીર્તિ તોરણનો ઇતિહાસ પ્રાપ્ત થતો નથી. વિજય સ્તંભ અથવા કીર્તિ સ્તંભ હોવાનું ઇતિહાસકારો તથા પુરાત્તત્વ વિદો માને છે.
વડનગરના હાટકેશ્વર મહાદેવની શિલ્પ સમૃદ્ધિ અનુપમ છે. આજથી હજારેક વર્ષ પહેલાં રેતીયા પથ્થરમાં રચાયેલું આ શિવમંદિર અનોખું, અક્ષય અને અનુપમ છે. મંદિરની શિલ્પ સમૃધ્ધી સુંદર અને કલાકૃતિથી ભરપુર છે. અતિ દુર્લભ ધાતા-વિધાતાની બે મૂર્તિઓ મંદિરના સ્થાપપ્યને શોભા બક્ષે છે.આ મંદિરમાં 400 જેટલાં દેવી-દેવીઓના સુંદર શિલ્પો આવેલાં છે
વડનગરમાં પુરાતન વિભાગ દ્વારા 2005- 2006 થી ઉત્ખનનની કામગીરી હાથ ધરાઇ હતી. આ ઉત્ખનન વિભાગ અત્યાર દરમિયાન સુધીમાં અનેક બેનમૂન સ્થાપત્ય નો અમૂલ્વારસો બૌદ્ધસ્તૂપ મળી આવ્યા છે. 200 વર્ષ જૂની નગરીને શોધવા કરાયેલાં ઉત્ખનનમાં સોલંકીકાળનાં સ્થાપત્યો, બૌદ્ધસ્તૂપ, માટીનાં વાસણો, મહાકાય માટલાં, ઐતિહાસિક કોટ, ચાંદીના સિક્કા, કાચની બંગડીઓ સહિતનાં અવશેષો મળી આવ્યાં છે.
વડનગર ખાતે આઝાદીના સમયનું પ્રાચીન રેલ્વે સ્ટેશન ભૂતકાળમાં દુનિયા સાથે સંપર્કનું માધ્યમ હતું. અહીં મુંબઇ, અમદાવાદ, વડોદરા જેવાં શહેરોના નાગરિકોની આવન-જાવન રહેતી.દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની બાળપણની સ્મૃતિઓ આ સ્ટેશન સાથે જોડાયેલી છે. ચાની કીટલી સહિત આધુનિય સમયને અનુરૂપ આ રેલવે સ્ટેશન નગરીને ભૂતકાળના સંસ્મરણોમાં લઇ જાય છે.આજે આ સ્ટેશન મુસાફરો સહિત પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહયું છે…..
ઢળતાં ધાબાં અને સુંદર રીતે કોતરેલા લાકડાના ઝરુખા,પ્લાસ્ટરની સજાવટ,સાંકડી અને એકબીજામાં ભળી જતી ગલીઓ અને માઢ તરીકે ઓળખાતા પરંપરાગત મહોલ્લા આ બધું સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ૪૧ કરોડમાં આકાર લઈ રહેલા ડેવલોપમેન્ટ ઓફ પ્રિસિન્કડ ફસાડ રીસ્ટોરેશન પ્રાઇવેટ એન્ડ ગવર્મેન્ટ બિલ્ડીંગ અંતર્ગત વડનગરમાં ૧૫૪ બિલ્ડીંગો નું પુનઃ રીનોવેશન કરાશે .જેમાં તેમાંથી વડનગરના વિરાસતને સાચવતી ૧૫ બિલ્ડીંગો ફસાડ( પરસાડ- ગેલેરી સ્થાપ્ત્ય) રીસ્ટોરેશન તૈયાર થઈ ચૂકી છે. વડનગરની વિરાસતને સંરક્ષિત રાખવા માટે Precinct/ વિસ્સ્તાર વિકાસ કાર્યો શરૂ કરવામાં આવી રહ્યા છે. જેની મુલાકાત કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તારીખ ૧૬ મી જાન્યુઆરી ૨૦૨૫ ના આજરોજ લેશે ….
શર્મિષ્ઠા તળાવનો ઇતિહાસ પૌરાણિક રીતેમહાભારતના સમય પહેલાં અને ઐતિહાસિક રીતે દશમાં સૈકાના ઉત્તરાર્ધનો ગણી શકાય. ઐતિહાસિક દષ્ટીએ જોતાં દુર્લભરાજે અખતરારૂપે પ્રથમ નમુના તરીકે વડનગરના શર્મિષ્ઠા તળાવનો પુનરુદ્રાર કર્યો. ભક્ત કવિ નરસિંહ મહેતાની પુત્રી શર્મિષ્ઠા પરથી તળાવ શર્મિષ્ઠા તળાવથી ઓળખાયુ છે. શર્મિષ્ઠા તળાવના બેટ સુધી જવાના ૭૫૦ મીટરના માર્ગને પાકો બનાવી ફુટપાથ કરાઈ છે, જેથી નગરજનો હોંશે-હોંશે શર્મિષ્ઠા તળાવ આવવાનું પસંદ કરે છે. કિનારા પરનું રાશિ વન પણ પ્રવાસીઓને આકર્ષ્યા વિના રહેતું નથી.
વડનગરના દક્ષિણ-પશ્ચિમ પ્રાન્ત ભાગે અમથોર માતાના દરવાજા બહાર અજયપાળ મહાદેવ પાસે ગૌરીકુંડ આવલો છે. સોલંકી સ્થાપત્ય છે, નાગરખંડમાં ગૌરીતીર્થમાં મહાત્મ્ય આપેલું છે. આ કુંડના પાતાળમાં ગંગાજીનું પાણી આવે છે એવી લોકવાયકા છે. આ કુંડમાં ચારેય દિશામાં બંને પગથિયાંમાં કુલ ૫૪ શિલ્પો આવેલા છે.
ગ્રીસના એક્રોપોલિસ મ્યુઝિયમની જેમ અહીં પણ દુનિયાનું સૌથી મોટું અંડર ગ્રાઉન્ડ મ્યઝિયમ બનાવાશે, જેમાં વડનગરના 2500 વર્ષના ઇતિહાસની ઝાંખી પ્રદર્શિત કરાશે.અનંત અનાદિ વડનગર કાર્યક્રમ અંતર્ગત તારીખ ૧૬ મી જાન્યુઆરી ૨૦૨૫ના આજરોજ અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક વારસાને દર્શાવતું મ્યુઝિયમ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ રૂ. ૨૯૮ કરોડના ખર્ચે નિર્માણ થતાં અનંત અનાદિ વડનગર (પુરાતત્વીય અનુભવાત્મક) સંગ્રહાલયનું લોકાર્પણ કરાશે . અનંત અનાદિ વડનગર (પુરાતત્વીય અનુભવાત્મક) સંગ્રહાલય- આર્કિયોલોજીકલ મ્યુઝિયમ……. ચાર માળ (ભોંયતળિયુ +૩) માં નિર્મિત આ સંગ્રહાલય આશરે ૧૨,૫૦૦ વર્ગમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. જેમાં બે અલગ-અલગ ભાગોનો સમાવેશ થાય છે. ૩૨૬ પિલ્લર પર અને ૨૧ મીટર ઊંચાઈ ધરાવતું આ મ્યુઝિયમ વડનગરના સાત સમયચક્ર, સંસ્કૃતિ ,વેપાર ધંધા તેમજ પુરાતત્વીય અવશેષો પ્રદર્શનમાં બતાવશે તેમજ મ્યુઝિયમ અને ઉત્ખનન સાઇટ વચ્ચે જે બ્રિજ બનાવાયો છે તે વડનગરના ઇતિહાસની ઉજાગર કરશે. ……..
વડનગરની મુલાકાત દરમિયાન શ્રી અમિત શાહ શહેરના પ્રાચીન હાટકેશ્વર મંદિરની મુલાકાત પણ લેશે. 17મી સદીનું આ સુંદર નકશીદાર મંદિર એક જમાનામાં વડનગરના મુખ્ય સમુદાય એવા નાગર બ્રાહ્મણોના કુળદેવતા હાટકેશ્વર મહાદેવને સમર્પિત છે. મંદિરનું સ્થાપત્ય અને ડિઝાઇન આ પ્રદેશના સમૃદ્ધ વારસા અને પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે.
વડનગરની કાયાપલટ માટે પ્રવાસન વિભાગ દ્વારા વિકાસકામો થઈ રહ્યા છે. જેમાં શર્મિષ્ઠા તળાવ, તાનારીરી, લટેરીવાવ, ટાવર, હાટકેશ્વર મંદિર, ઘાંસકોળ, પીઠોરી, અમરથોળ, અર્જુનબારી, નદીઓળ અને અમતોલ દરવાજા સહિતના ઐતિહાસિક દરવાજાનું રિનોવેશન વગેરે કામો થઇ રહ્યા છે. વડનગરમાં કરોડના ખર્ચે તૈયાર થયેલો અદ્યતન લુક ધરાવતો નવો વૉચટાવર નગરની શોભામાં વધારો કરી રહ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે આજે રૂ. ૩૩.૫૦ કરોડના ખર્ચે બનેલા તાલુકા કક્ષાના રમત સંકુલ વડનગર રમત સંકુલનું લોકાર્પણ તારીખ ૧૬ મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ કરવામાં આવશે. રમતોના કોચિંગ સેન્ટરની ક્ષમતા ધરાવતું આ સંકુલ ખેલાડીઓ માટે લેન્ડમાર્ક સાબિત થાય તેવું વડનગર રમત સંકુલ છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ૪૧ કરોડમાં આકાર લઈ રહેલા ડેવલોપમેન્ટ ઓફ પ્રિસિન્કડ ફસાડ રીસ્ટોરેશન પ્રાઇવેટ એન્ડ ગવર્મેન્ટ બિલ્ડીંગ અંતર્ગત વડનગરમાં ૧૫૪ બિલ્ડીંગો નું પુનઃ રીનોવેશન કરાશે .જેમાંથી વડનગરના વિરાસતને સાચવતી ૧૫ બિલ્ડીંગો ફસાડ( પરસાડ- ગેલેરી સ્થાપ્ત્ય) ની કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ વડનગર ખાતે ડેવલોપમેન્ટ ઓફ પ્રિસિન્કડ ફસાડની મુલાકાત લેનાર છે. આ સંકુલ ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યના આધુનિક શિક્ષણ સંસ્થાનના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યું છે. \”પ્રેરણા \” એ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેઓનું પ્રારંભિક શિક્ષણ આ પરિસરમાં આવેલી શાળામાં પ્રાપ્ત કર્યું હતું..