સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા, એસ.એમ.વારોતરીયા, નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદ નાઓના માર્ગદર્શન મુજબ સી.પી.ચૌધરી પોલીસ ઈન્સ્પેકટર થરાદ પો.સ્ટે. નાઓની રાહબરી હેઠળ થરાદ પોલીસ સ્ટાફના માણસો થરાદ પો.સ્ટે.ની આંતર રાજય ખોડા ચેક પોસ્ટ ઉપર ફરજ ઉપર હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે ખોડા ચેક પોસ્ટ ઉપર બાતમી વાળી ટ્રેઇલર ગાડી નંબર RJ-01-GC- 3240 આવતાં તેને રોકાવી ચેક કરતાં પીયુપી પાવડરના કટ્ટાની આડસમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૫૦૪ કિ.રૂા. ૧,૦૧,૪૮૦/- ના પ્રોહી મુદ્દામાલ તથા બે મોબાઇલ ફોન તેમજ ટ્રેઈલર ગાડી સહીત કુલ કી.રૂ. ૨૦,૧૧,૪૮૦/- મુદામાલ સાથે ચાલક ચુનારામ સન/ઓફ નરસીંગારામ ભૌમારામ જાતે જાટ (જાખંડ) ધંધો ડ્રાઈવિંગ રહે. કંકરાલા મુલાણી તા. સેડવા જી. બાડમેર (રાજસ્થાન) તથા ચંન્દનારામ સન/ઓફ્ મંગળારામ ભોમારામ જાતે જાટ (જાખડ) ધંધો ડ્રાઇવિંગ રહે. કંકરાલા મુલાણી તા.સેડવા જી. બાડમેર (રાજસ્થાન) વાળાઓને પકડી પાડી ઈસમ વિરુદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.