ધાનેરા ન્યાયાલય ના પાછળના ભાગમાં એક વિશાળ મોડેલ સ્કૂલ બનાવવામાં આવી છે સ્કૂલ ની સાથે સાથે સ્કૂલમાં હોસ્ટેલ પણ બનાવવામાં આવી છે ત્યારે આજે આ ગર્લ્સ હોસ્ટેલ નું રાજ્યના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે ગર્લ્સ હોસ્ટેલ નું લોકાર્પણ થતા ૨૦૦ જેટલી ગર્લ્સની કેપેસિટી ધરાવતી બે હોસ્ટેલો ગર્લ્સ માટે આશીર્વાદરૂપ સાબિત થશે થશે .જે બાળકો ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે અને ધાનેરામાં રહી અભ્યાસ કરી શકે તેવા હેતુ સાથે ગર્લ્સ હોસ્ટેલ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે શિક્ષણ મંત્રી સહિત ધાનેરાના રાજકીય આગેવાનો ધારાસભ્ય સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગર્લ્સ હોસ્ટેલ બાળકો માટે ખુલ્લી મૂકી છે આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલ સહિત અન્ય રાજકીય અગ્રણીઓ શાળાના બાળકો શિક્ષકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો