બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે નાયબ કલેકટર દ્વારા છેલ્લા સાત દિવસમાં પાંચ કરતાં વધુ ખનીજ ચોરી કરતા ડમ્પર ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તે બાદ આજે બનાસકાંઠા જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ પણ જાગયું છે અને ખાણ ખનીજ વિભાગ દ્વારા ધાનેરા ડીસા હાઈવે પરથી ખનીજ ચોરી કરીને જતા રેતી કપચી ભરેલા પાંચ કરતાં વધુ ડમ્પર ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તમામ ડમ્પરો ને ધાનેરા પોલીસ કોટર ખાતે છોડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે