પાટણ સહિતઅલગ અલગ જિલ્લામાં ભૂંડ પકડવાના બહાને રેકી કરી ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ પાટણ શહેર અને જીલ્લામાં તેમજ આજુબાજુના જીલ્લાઓમાં થયેલ ઘરફોડ ચોરીઓ તથા મિલકત સબંધી બનતા બનાવો અટકાવવા તથા બનેલા બનાવોને શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા ની સુચના આધારે પોલીસ તંત્ર દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે પાટણ એલસીબી પોલીસે પાટણ સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ધરફોડ ચોરીના બનાવો ને અંજામ આપનાર શીખલીકર ગેંગના બે સાગરીતોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ચોરીનો માલ ખરીદનાર સોની વેપારી ની પણ અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પાટણ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ધરફોડ ચોરીના બનાવોને અંજામ આપનાર ચીખલીકર ગેંગના બે સાગરીતો ઝડપાયા હોવાની બાબતને લઈને મંગળવારના રોજ જિલ્લા પોલીસ વડા વિજય પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અને બાજુના જિલ્લામા બનતાં ધરફોડ ચોરી અટકાવવા અને બનેલા બનાવો નાં ભેદ ઉકેલવા સુચના કરેલ હોય જે અનુસંધાને પાટણ એલસીબી પીઆઇ આર.કે અમીન નાં સિધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પાટણના અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે ગતરોજ ટીમો પૈકી એક ટીમને હકિકત મળેલ કે ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાં ઘરફોડ ચોરીઓ કરતી ચીખલીકર ગેંગના સભ્યો પૈકી શિખ ( ચીખલીકર ) લખનસીંગ જીતસીંગ રહે.વડગામ વાળો તેની ગેંગના કેટલાક સભ્યો લઇ વડગામ થી છાપી સિધ્ધપુર થઇ ગામડાઓના રસ્તે થઇ પાટણ આવવા નિકળેલ છે , જે હકિકત આધારે એલસીબી ટીમે પાટણ પાલડી ગામ નજીક નાકાબંધી કરતા શિખ ( શિખલીકર ભૈડ ) લખનસીંગ જીતસીંગ તથા શિખ ( શિખલીકર ભૈડ ) અવતારસીંગ જીતસીંગ બન્ને.રહે.હાલ , વડગામ , લક્ષ્મીપુરા , દુધ ડેરીની સામે તા.વડગામ જી.બનાસકાંઠા મુળ , રહે , ખેરાલુ , બાલાપીર મુકતિધામની પાસે તા.ખેરાલુ જી.મહેસાણા વાળાને ચોરીના મુદામાલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ તથા મોબાઇલ ફોન તથા વાહનો મળી કુલ રૂ . ૧૩,૫૪,૨૯૦ ના મુદામાલ સાથે આબાદ દબોચી લીધા હતા.અને બન્ને ની સધન પુછપરછ હાથ ધરતાં તેઓએ ભૂડ પકડાવાના બહાને સવારે રેકી કરી રાત્રે ચોરીના બાઈક સાથે રેકી સ્થળે ધરફોડ ચોરીના બનાવોને અંજામ આપી ચોરેલ બાઈક બિન વારસી હાલતમાં મુકી ફરાર થઈ જતાં હોવાનું જણાવી તેઓએ પાટણ જિલ્લામાં ૧૦ , બનાસકાંઠા ૪ અને ગાંધીધામ ૧ ધરફોડ ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું અને ચોરી નો માલ ઉંઝા નાં દરજીવાસ માં રહેતા સોની કમલેશભાઈ ભરતભાઈ ને વેચાણ કરતા હોવાનું જણાવતાં એલસીબી પોલીસે ઉંઝા ખાતે થી સોની વેપારી ની પણ અટકાયત કરી આગળની તજવીજ માટે આરોપીઓને પાટણ જીલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ હોવાનું તેઓએ જણાવ્યું હતું