યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : ધ્રુપલ જયસ્વાલ (વાવ )
વાવ નાં કેશર્કૃપા સોસાયટી ના એક પિતા અને તેમની પુત્રી દ્વારા અંબાજી માતાજી નો ગબ્બર બનાવવા માં આવ્યો છે આજ કાલ ગરબા તો બધીજ જગ્યાએ થાય છે પણ નવરાત્રિની સંપૂર્ણ મનોરંજનની સાથે ધાર્મિકતા પણ જળવાઈ રહે તેવા શુભ આશયથી આ વર્ષ એક નવતર પ્રયોગ કરી પિતા અને પુત્રી દ્વારા ગબ્બર નું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ ધાર્મિક યાત્રા દરમિયાન જોયેલા અંબાજી માતાજી ના મંદિરથી પ્રભાવિત થઈ મંદિર પણ નિર્માણ કરી દેવામાં આવ્યું છે.નવાઈની વાત એ છે કે ગબ્બર અને મંદિર નિર્માણ માટે માટી નો ઉપયોગ કરાયો છે એ પણ માત્ર મોબાઈલમાં ફોટો જોઈને. નવરાત્રિ ગરબાની ની સાથે ગબ્બર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. જેને જોવા માટે આસપાસના સોસાયટી ના લોકો મોટી સંખ્યામાં રાત્રે આવે છે. આધુનિક યુગમાં ડીજેનાં તાલે યોજાતા ગરબા વચ્ચે કેશર કૃપા સોસાયટી ખાતે આજે પણ જુની પરંપરા મુજબ ગબ્બરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ઋષિ આશ્રમ, ઝરણા, નાના મોટા મકાનો, મહેલ, પુલ, લિફ્ટ, રોપ વે, વાંકા ચૂંકા રસ્તા, બ્રિજ સહિત રોડ રસ્તા તેમજ સ્ટ્રીટ લાઈટ વિગેરેનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. નવાઈની વાત એ છે કે આ માટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે કેશર કૃપા સોસાયટી માં રહેતા પિતા પુત્રી ની આગવી કોઠા સૂઝથી નિર્માણ પામેલ અંબાજી માતાજી ના મંદિર ને જોતા જ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે
વિડીઓ જોવા માટે ક્લિક કરો