બનાસકાંઠા જીલ્લા ના દાંતા તાલુકા માં ફરી એકવાર ફોરેસ્ટ વિભાગની બેદરકારી સામે આવી છે.જેમાં રતનપુરથી પાંછા સુધી રોડ હાઇવે માર્ગ પર લગાવેલા વૃક્ષો બળી ગયેલી હાલતમાં જોવા મળ્યા હતા. જો કે વૃક્ષો લગાવી તેની દેખરેખ ન થતા વૃક્ષોની દયનીય હાલત થયા હોવાનું પ્રાથમિક અનુમાન લાગવવામાં આવી રહ્યું છે. જેમાં દાંતા હાઇવે માર્ગ પર લગાવેલ વૃક્ષો સુકાઈ જતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને ફોરેસ્ટ વિભાગ સામે અનેક સવાલો ઉપજી રહ્યા છે.જેવા કે કેમ ફક્ત વૃક્ષો વાવવા પૂરતા જ વાવવામાં આવે છે તેમની દેખરેખ થતી નથી તેવા સવાલો પર્યાવરણ પ્રેમીઓ ઉઠાવી રહ્યા છે.જેથી જીલ્લા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ફોરેસ્ટ વિભાગ જવાબદાર કર્મચારી પર કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે..