- યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :સુઈગામ
સુઇગામ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા મહિલા TDO કુ.કાજલબેન આંબલિયાનું બનાસ ડેરીના ચેરમેન અને પૂર્વ આરોગ્યમંત્રી શંકરભાઇ ચૌધરી દ્વારા કોરોના વોરિયર્સ તરીકે પ્રમાણપત્ર આપી જાહેર સન્માન કર્યું હતું,કોરોનાની બીજી લહેરમાં સુઇગામ અને ભાભર બન્ને તાલુકાઓમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને ઉત્સાહથી કામ કરનાર ડોકટર્સ તેમજ વહીવટી તંત્રના સન્માનનો ભાભર ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો હતો,બનાસડેરીના ચેરમેન અને પૂર્વ આરોગ્યમંત્રી શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સનું સન્માન કરાયું હતુ,જેમાં સુઇગામ અને ભાભર તાલુકાઓમાં TDO તરીકેની ફરજનીસાથે કોરોનાની બીજી ઘાતક લહેરમાં ડ્રેકટર્સ ટીમ પદાધિકારીઓ,સમાજ સેવકો,અધિકારી ગણ સાથે સંકલનમાં રહી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ શંકરભાઇ ચૌધરીના હસ્તે ભાભર નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ,નૌકાબેન પ્રજાપતિ સહિતની હાજરીમા કોરોના વોરિયર્સ તરીકે પ્રમાણપત્ર આપી જાહેર સન્માન કરાયું હતું.