
- યે હૈ ન્યુઝ ઈન્ડિયા :બનાસકાંઠા
સરહદી પંથક ભાભર માં ચોક્વનારી ધટના સામે આવી છે જેમાં તાલુકા કક્ષા એ વગ ધરાવતા ભાભર ભાજપ ના અગ્રણી હનીટ્રેપ ભોગ બન્યા હોવાના દાવા વચ્ચે મહિલા વિરુધ ફરિયાદ નોધી હનીટ્રેપ ગુન્હામાં ધરપકડ કરવામાં આવી હતી . ત્યારબાદ ભાભર કોર્ટે ત્રણ દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા રિમાન્ડ પુરા થતા ની સાથે મહિલા ને કોર્ટ માં રજુ કરવાની હતી પરંતુ ભાભર કોર્ટ બંધ પોલીસ એ સુઈગામ કોર્ટ માં રજુ કરી હતી હતી .જામીન અરજી પર છોડી મુકવામાં આવી જેમાં ગોધરા ની મહિલા એ સહકારી અગ્રણી એ તેનું ધર ભગાવ્યુ હોવાના ગંભીર આક્ષેપ કરતા સમગ્ર પંથક માં ખળભળાટ મચી જવા પામ્યો હતો
- પીડિત મહિલા એ મીડિયા ને પ્રતિક્રિયા આપતા કહ્યું ?

સુઈગામ કોર્ટ માં જામીન મળતા ની સાથે પીડિત મહિલા એ મીડિયા ને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભાભર બજાર સમિતિ ના પૂર્વ ચેરમેન લાલજીભાઈ મારી સાથે પ્રેમ સબંધ કેળવી મંદિર ના પ્રાગણ માં ફૂલહાર પહેરી મારી સાથે લગ્ન કર્યા હતા અને તેનો સાક્ષી લાલજીભાઈ ચૌધરી નો ડ્રાયવર રમેશ છે અને વધુ માં જણાવ્યું હતું કે મારા ત્રણ સંતાનો ને સાચવવા ની બાયધરી સાથે હું તેમની સાથે લીવીન રીલેશન રહેતી હતી અને મારા પર લગાવેલ પૈસા નો આક્ષેપ એ તો અમદાવાદ માં ઇન્વેસ્ટ કર્યા હોવાનું સામે આવ્યું છે જે પોલીસ તપાસ માં વેરિફિકેશન કરેલ છે મને ભાભર બોલાવી મારા વિરુધ ખોટી ફરિયાદ કરી મને ફસાવાની કોસિસ કરવામાં આવી .અને વિશેષ માં જાણવામાં આવ્યું કે મને ન્યાય નહિ મળી ત્યાં સુધી ભાભર જ રહીશ અને જયાં સુધી મારું માનસન્માન પાછુ નહિ મળે અને મને ન્યાય નહિ મળે તો છેલ્લા ત્રણ દિવસ થી ઉપવાસ યથાવત રાખેલ છે .અને મને કઈ પણ થાશે જેની સંપૂર્ણ જવાબદારી લાલજીભાઈ ચૌધરી ની રહશે .