ભારત અને ચીનના વિદેશમંત્રીઓએ સરહદી મુદ્દાઓ અંગે અસ્તાનામાં આજે દ્વિપક્ષીય મંત્રણા કરી છે. વિદેશમંત્રી એસ.જયશંકર અને ચીનના વિદેશમંત્રી વાન યી એ સરહદને લગતા મુદ્દાઓનો રાજદ્વારી અને ચર્ચા વડે ઉકેલ મેળવવા ઉપર ભાર મૂક્યો છે. શ્રી જયશંકરે કહ્યું કે, વાસ્તવિક નિયંત્રણ રેખાને માન્ય રાખવી અને સરહદી વિસ્તારોમાં શાંતિની જાળવણી આવશ્યક છે. તેમણે કહ્યું કે, પરસ્પર આદર, સંવેદનશીલતા અને બંનેના હીતના માર્ગે જ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનશે.