સરહદી બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે પણ 4. 1ની તીવ્રતાનો ભૂકંપ આવતાં તેની અસર પાલનપુર સહીત જિલ્લાના અનેક તાલુકાઓમાં જોવા મળી હતી. જો કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજસ્થાનના ભીનમાલ પાસે હોવાનું જાણવા મળ્યું હતુંત્રણ દિવસ અગાઉ પણ પાલનપુરથી 136 કિલોમીટર દૂર 4. 1ની તીવ્રતાનો ભૂકંપ આવતા જ પાલનપુર પંથકમાં લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. ત્યારબાદ બે દિવસ અગાઉ રાત્રિએ પણ પાલનપુરથી 59 કિલોમીટર દૂર રાજસ્થાનમાં 3. 1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેની અસર પણ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં થઇ હતી. આમ સતત ચાર દિવસથી રાત્રિના સમયે ભૂકંપના આંચકાનો અનુભવ કરતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. જો કે ઉલ્લેખનીય છે કે આ ત્રણેય ભૂકંપના આંચકા દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં કોઈ જાનહાની કે નુકસાન થયું નથી.