ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થતાં જ તંત્ર સતર્ક બની ગયું છે. બનાસકાંઠા જીલ્લા ના મુખ્ય ચૂંટણી અધિકારીની સૂચના અપાતા ખાનગી અને જાહેર મિલકતો પરથી રાજકીય બેનર્સ, પોસ્ટર્સ, હોર્ડિંગ્સ અને કટ આઉટ તાત્કાલિક અસરથી ઉતારવાની કાર્યવાહી હાથ ધરાઇ છે, બીજી બાજુ વાવ તાલુકા ના અનેક ગામડાઓ માં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસજવાનો તેમજ ITBP ના જવાનો દ્વારા ના ફૂટ પેટ્રોલિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ ગામડાઓનો રાજકીય માહોલ જામ્યો છે. જેમાં કોઈ અનિચ્છનીય ધટના ના બને સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તેને લઈને બનાસકાંઠા જીલ્લા પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા માં સંવેદનશીલ વિસ્તારોમાં ITBP જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. હાલ માં બનાસકાંઠા જીલ્લા માં પણ ચૂંટણીને લઈ વહીવટી તંત્ર ની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે જવાનો અને પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારો ફલેગ ફ્લેગ માર્ચ યોજાઈ રહી છે