અમીરગઢ તાલુકા મથકે આવેલ દેવ ડુગર પુરી ધૂણી ખાતે દર વર્ષે લોક મેળો ભરાય છે ત્યારે ફાગણ વદ પાંચ થી લઈને ફાગણ વદ સાતમના છેલ્લા દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે ત્યારે અમીરગઢ પોલીસ દ્વારા ઘણા વર્ષોથી પોલીસ સ્ટાફ દ્વારા ફાગણ વદ સાતમના દિવસે પોલીસ સ્ટેશન થી ચાલતા ડીજે ના તાલે વાજતે ગાજતે ડુગરપુરી ધૂણી ખાતે આવી ધજા ચઢાવી દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ત્યારે આ વર્ષ પણ પરાપરાગત રીતે અમીરગઢ પીઆઇ ધવલ પટેલ તેમજ પીએસઆઇ તેમજ પોલીસ સ્ટાફ તેમજ જીઆઇડી બહેનો દ્વારા ડીજેના તાલે વાજતે ગાજતે ગરબા ઝૂમી દેવ ડુગર પુરી ધૂણી ખાતે આવી પહોંચી ધજા ચઢાવી દેવ ડુગર પુરી ધૂણી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષો પહેલાં દેવ ડુગર પુરી મહારાજ ફાગવદ પાંચમના દિવસે જીવંત સમાધિ લીધી હતી ત્યારથી દેવ ડુગર પુરી મહારાજ ની યાદ મા દર વર્ષે લોક મેળો ભરાય છે ત્યારે ગુજરાત તેમજ રાજસ્થાન માંથી ભાવિ ભક્તો ડૂગર પુરી ધૂણી ના દર્શન કરી મેળો માણી પરત પોતાના ઘરે જાય છે પાંચમના દિવસે ધર્મ ધજા ચઢાવવામા આવે છે અને આઠમના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે ત્યારે અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા પણ ઘણા વર્ષોથી અમીરગઢ પોલીસ સ્ટેશન થી ચાલતા દેવ ડુગર પુરી ધૂણી ખાતે ધજા ચઢાવવામાં આવે છે ત્યારે આ વર્ષ પણ અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા ધજા ચઢાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી