બનાસકાંઠા જીલ્લા માં દિન પ્રતિદિન ગરમી માં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ભીષણ ગરમી ના લીધે અવાર નવાર આગ લાગવાના બનાવો બહાર આવતા હોય છે.ત્યારે થરાદ ખાતે રાજપૂત વાસ માં રહેતા રમેશભાઈ શંકરભાઈ રાજપુતના ખેતરની વાડમાં કોઈ અગમ્ય કારણો સર આગ લાગવાનો બનાવ બન્યો હતો.જેથી તાત્કાલિક ફાયર ફાઈટર ટીમ નો સંપર્ક કરતા વિરમભાઇ સહીત ફાયરફાઈટર ની ટીમ ધટના સ્થળે પહોચી હતી.લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.તેમજ ખેડુતના ખેતરમાં ઊભેલા જુવાર નો પાક તેમજ ઘાસને થતું મોટું નુકસાન અટકાવ્યું હતું….