બનાસકાંઠા જીલ્લા ના સરહદી વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાં આગની ઘટનાઓમાં વધારો થતો હોય છે.ત્યારે ગત તા.૧૮-૦૩-૨૦૨૫ ના રોજ વાવ તાલુકા ના એટા ગામે આકસ્મિત રીતે ગામ તળમાં આગ ની ધટના બની હતી.જેમાં બાબુભાઈ કરમશી ભાઈ વાલ્મીકિ ને ત્યાં ભયાનક આગ લાગી હતી.આગ એટલી વિકરાળ હતી કે જેમાં બાજુ માં પડેલા અંદાજીત ૧૦૦૦ થી ૧૨૦૦ પૂળા બળી ને ખાખ થયા હતા.તેમજ અન્ય કોઈ જાન હાની સર્જાઈ નહોતી.જોકે આજુબાજુ માં રહેતા ગ્રામજનો દ્વારા આગ પર કાબુ લેવામાં આવ્યો હતો.જોકે સમગ્ર મામલે તલાટી ક્રમ મંત્રી એ ધટના સ્થળે જઈ પંચનામું કરી તાલુકા વિકાસ અધિકારી ને જાણ કરી હતી.
વાવના એટા ગામે આગ નો બનાવ ,ખેડૂત ના 1200પૂળા બળી ને ખાખ થયા

Leave a Comment