“સ્વચ્છ ભારત અભિયાન” શબ્દ દીવાલો પર લખેલો અને નેતાઓના મોઢા પર જ સાંભળવો સારો લાગે છે. કારણ કે જમીન પરની હકીકત કઈક જુદી છે.. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો રસ્તા પર રેલાઈ રહેલા પાણીને… સામાન્ય રીતે આવા દ્રશ્યો ચોમાસામાં વરસાદને લીધે સર્જાતા હોય છે.. પરંતુ નથી તો અત્યારે ચોમાસુ કે નથી વરસાદ અને તેમ છતાય અત્યારે ભોપાનગર વિસ્તારમાં આવેલા રાવળવાસમાં લોકોના ઘરની આગળ પાણી રેલાઈ રહ્યું છે.. આ પાણી અહીથી પસાર થતી મુખ્ય ગટરલાઇનનું પાણી છે અને અહીની ગટર ચોકઅપ થવાથી આ પાણી હવે લોકોના ઘરની આગળથી વહી રહ્યું છે.. છેલ્લા છ માસથી આ વિસ્તારના લોકો આ પરિસ્થિતીનો સામનો કરી રહ્યા છે અને આ અંગે અનેકવાર ડીસા નગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટર અને પાલિકાના પ્રમુખને કરી હોવા છતાં આ વિસ્તારની દરકાર કોઈ લેતું નથી.. આ વિસ્તારમાં લગભગ અઢીસોથી વધુ બાળકોને આ ગંદકીના લીધે શાળા જવા માટેનો આ એક જ માર્ગ છે અને અહી ગંદુ પાણી રેલાતું હોવાના લીધે સ્થાનિક બાળકોને મુખ્ય હાઇવે પરથી જીવના જોખમે શાળા પર જવું પડી રહ્યું છે..
આ વિસ્તારમાં સર્જાયેલી ગંદકી બાબતે ડીસા નગરપાલિકામાં અસંખ્ય રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા અહી ન તો સફાઈ કરવામાં આવી રહી છે કે ન તો ગંદા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.. જેને પગલે સ્થાનિક લોકો હવે આ ગંદકી જાતે જ દૂર કરતાં નજરે પડી રહ્યા છે.. તો બીજી બાજુ રોષે ભરાયેલા સ્થાનિકો આ વિસ્તારમાં ગંદકી દૂર કરીને જાતે જ રસ્તો બનાવી રહ્યા છે.