ધાનેરા માં વર્ષો જૂનું બનેલ શીતલ શોપિંગ સેન્ટર જે ખંડેરઅને જર્જરિત હાલતમાં જોવા મળી રહેલ છે જેને નગરપાલિકાએ જર્જરિત અને કન્ડેમ જાહેર કરેલ છે તેના પીલરો અને ધાબા ના પોપડાઓ નીચે પડી રહ્યા છે અને જો નાનો ભૂકંપનો આંચકો આવે તો ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાંછે જે સંદર્ભે નગરપાલિકાએ શોપીગ સેન્ટરના દુકાનદારોને નોટિસ આપવામાં આવેલ આમ વારંવાર નોટિસ આપવા છતાં કોઈ કામગીરી હાથ ધરાઈ ન હતી અને અમારી ચેનલ યે હૈ ઇન્ડિયા ન્યુઝ માં પ્રસારિત થયેલ અહેવાલ બાદ આખરે નગરપાલિકાએ 24 કલાકની નોટિસ આપેલ છે જે સંદર્ભે 186 દુકાનદારો ભેગા થઈ મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં સર્વ સંમતિથી દુકાનોનું સમારકામ કરી તેમજ બીમ અને પિલરો ને મજબૂત સમારકામ થાય એવીમિટિંગ માં દરેકની માંગ થઈ હતી પરંતુ દુકાનદારોની કોઈ કામમાં હલચલ ન જણાતા અને વધુ પોપડાઓ નીચે પડતા વધુ કોઈ જાન હાની ન થાય એ સંદર્ભે આખરે નગરપાલિકા એક્સમોડ માં આવી હતી અને ઉપરના માળ ની સીડી ઓની દિવાલ ચણી બંધ કરવામાં આવી હતી જેથી શોપિંગ સેન્ટરના દુકાનદારોમાં હલચલ જોવા મળી હતી જોકે અમુક દુકાનદારો પોતાની દુકાનો ખાલી કરી ચુક્યા છે. જેથી હવે નગરપાલિકા એક્શન મોડમાં આવેલ હોવાથી હવે લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં કામગીરી ચાલુ થાય એવું જણાઈ રહ્યું છે