અમદાવાદમાં BRTSમાં ફરી લાગી ભીષણ આગ, પેસેન્જરો ના હોવાથી હાશકારો

અમદાવાદના મણિનગરમાં BRTS બસમાં ભીષણ આગની ઘટના બની હતી. પેસેન્જરો ના હોવાથી હાશકારો પણ થયો હતો. અમદાવાદના મણિનગર વિસ્તારમાં રેલવે સ્ટેશનની સામે પાર્ક કરેલી BRTS બસમાં અચાનક જ આગ લાગી ગઈ હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ બસ આરટીઓથી મણિનગર જઈ રહી હતી ત્યારે આ આગ લાગવાની ઘટના અચાનક જ બની હતી. ફાયર બ્રિગેડે વોટર કેનનનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. 

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેજનીની બે ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. જોકે, સદનસીબે બીઆરટીએસ બસ પાર્ક કરેલી અને ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગ્યા બાદ નાસભાગ મચી ગઈ હતી. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર એન્જિનમાં આગ લાગતાની સાથે જ આગ ધીમે ધીમે ફેલાઈ હતી. ફાયર વિભાગને જાણ કર્યા બાદ તાત્કાલિક બે ફાયર ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. બસ ખાલી હોવાથી કોઈ જાનહાની થઈ નથી.

અગાઉ પણ ભીષણ આગ લાગી હતી 
આ પહેલા અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પર BRTS બસમાં અચાનક આગ લાગી હતી. એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોઈને બસ ડ્રાઈવરે મુસાફરોને બહાર કાઢ્યા હતા.એ સમયે થોડી જ મિનિટોમાં બસમાં આગ લાગી હતી. આમ આગમી ઘટનાઓ બીઆરટીએસમાં થોડા સમય પહેલા બન્યા બાદ આજે ફરીથી બની હતી. 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version