રંગોનો પર્વ એટલે હોળી ઉત્સવ….વિવિધ રંગો ની છોળો વચ્ચે મનાવવામાં આવતો ઉત્સવ ,પર્વ એટલે હોળી ઉત્સવ..બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરની શ્રી સરસ્વતી વિદ્યા વિહાર પ્રાથમિક અને માધ્યમિક શાળા માં આજે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળા ના વિદ્યાર્થીઓ શિક્ષકો રંગોના પર્વની અબીલ ગુલાલ અને કુમકુમ જેવા પ્રાકૃતિક રંગો દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના નાના બાળકો વિદ્યાર્થિઓ એ કેમિકલ યુક્ત કલરો થી દુર રહી કુત્રિમ રંગો થી રંગી એકબીજાને હોળીની શુભકામનાઓ પાઠવી , રંગોના તહેવાર હોળી ઉત્સવ મનાવ્યો હતો. શાળા પરિવારના વિદ્યાર્થિઓ એ ડીજે ના સુરે હોળીના ગીતો ઉપર ગરબે ઝૂમ્યા હતા. બાળકોએ હોળી ઉત્સવ ખુબ હર્ષ ઉલ્લાસ સાથે મનાવ્યો હતો. અને હોળીની શુભકામનાઓ પાઠવી હતી.