બનાસકાંઠા જિલ્લા માં લૂંટ અપહરણ તેમજ જાનલેવા હુમલાઓ ની ઘટના માં સતત વધારો થઈ રહ્યો છે જેમાં જિલ્લા માં કાનૂની વ્યવસ્થા જાણે ગૂનેહગારો ધોઈ ને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે જેમાં બનાસકાંઠા ના પાલનપુર વિસ્તાર માં હુમલા ની ઘટના સામે આવી છે.જેમાં પાલનપુર બ્રિજેશ્વર કોલોની નજીક વેપારી ઉપર હુમલા ની ઘટના સામે આવી છે.જેમાં જાણવા મળતી માહિતી અનુસાર જીતેન્દ્ર અગ્રવાલ નામના સોના ચાંદી ના વેપારી પર બાઈક પર આવેલ બુકાની ધારી શકશો દ્વારા હથિયાર વડે શરીર ના વિવિધ ભાગો પર હુમલો કરી મારી પૈસા અને દુકાન ની ચાવી લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પરંતુ ઘટના સ્થળે આજુબાજુ ના લોકો એકઠા થતા બુકાનીધારી નાશી છૂટ્યા હતા.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ વેપારી ના મોબાઈલ પર અલગ અલગ મોબાઈલ પર ધમકી ભર્યા ફોન આવતા હતા.જેથી ધમકી બાબતે અગાઉ વેપારીએ પોલીસ ને લેખિત જાણ કરવામાં આવી હતી.તો પોલીસે આ બાબતે ગંભીર નોંધ લીધી હતી કે શુ જેને લઈને અનેક સવાલો ઉઠવા પામ્યા છે.જયારે પોલીસ આ બાબતે ચક્રો ગતિમાન કરી બુકાનીધારી શકશો ની ધરપકડ કરવામાં આવે તેવી પરિવારજનો ની માંગ છે