યે હૈ ન્યુઝ ઇન્ડિયા :સુઈગામ
સરહદે આવેલા સુઈગામ તાલુકા ના દુધવા ગામે દુધવા માઇનોર ૨ કેનાલ માં છેલ્લા ૨૦ દિવસ થી સિંચાય માટે પાણી ન મળતું હોઈ શિયાળુ પાકો માટે ગભીર ખતરો દેખાઈ રહ્યો છે .કેનાલ માં પાણી ના આવતા જવાબદાર નર્મદા નિગમ અધિકારીઓ ને રજૂઆતો કરાઈ હોવા છતા પાણી ન મળતું હોવાથી આજે સુઈગામ ના મામલદાર પી .એન .ગઢવી આવેદન પત્ર અપાયું છે
જે અંગે ધીરાજસિંહ ચોહાણ અમારા મીડિયા સાથે વાતચીત માં જણાવ્યું કે નર્મદા નિગમ અધિકારી ઓ ને વારવાર રજુઆતો કરાઈ છે કોઈપણ નિર્યણ લેવાતો નથી પરંતુ માત્ર ૨૦ થી ૪૦ નો ગેટ ખોલવામાં આવે છે.જેથી ખેડૂતો ને પાણી મળતું નથી .અને વિશેષ માં જણાવ્યું હતું કે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ તાલુકા પંચાયત કચેરી ખાતે ભૂખ હડતાલ પર બેસવાનો વારો આવશે અને જે કરવાનું થાશે એ અમે કરીશું અને ખેડૂતો ને ન્યાય મળે જેવી ઉગ્ર માંગો ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી ..