
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :સુઈગામ
બનાસકાંઠા ના સુઈગામ તાલુકા ના સરહદી વિસ્તાર પાડણ ગામ માં શ્રી મુળેશ્વર મહાદેવ ધામ ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત માર્ગદર્શન સભા યોજાઈ હતી. જેમાં જોગા ભાઈ એસ ખાંભલા બ્લોક ટેક્નોલોજી મેનેજર સુઈગામ ના રાહબરી હેઠળ આ ખેડૂતો ની સભા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડોક્ટર ગોવિદ ભાઈ જોશી વેટરનરી ઓફિસર વાવ પશુદવાખાનું. ભાનુ ભાઈ પંડ્યા વિસ્તરણ અધિકારી ખેતી વાવ. હીરા ભાઈ પટેલ એસ. પી. એન. એફ સંજોયક સુઈગામ તથા નાનજી ભાઈ પટેલ હાજર રહ્યા હતા.તથા પાડણ ગામ ના તમામ ખેડૂતો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો આત્મા પ્રોજેક્ટ એટલે કે અગ્રિકલચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી દ્વારા ખેડૂતો ને ખેતી વિસયક માહિતી અને માર્ગદર્શન ખેડૂતો ને આપવા માં આવ્યુ હતું

તેમાં ખેડૂતો ને આત્મા પ્રોજેક્ટ ના બ્લોક ટેક્નોલોજી મેનેજર સુઈગામ દ્વારા ખેતી વિસયક માહિતી આપી હતી અને ડોક્ટર ગોવિંદભાઇ જોશી વેટરનરી ઓફિસર વાવ દ્વારા પશુપાલન વિશે ખેડૂતો માહિતી અને પશુ ઓ જાળવણી બાબત માર્ગદર્શન આપ્યું હતું તથા ભાનુ ભાઈ પંડ્યા વિસ્તરણ અધિકારી ખેતી વાવ દ્વારા ખેડૂત લક્ષી સરકાર ની યોજના ઓ વિશે જાણકારી આપી હતી. પાડણ ગામ ના તમામ ખેડૂતો એ સાથ સહકાર આપ્યો હતો અને ખેડૂતો ને તકલીફ ના પડે તે માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા ચા પાણી અને ભોજન ની પણ વ્યવસ્થા કરવા માં આવી હતી. ખેતી વિસયક અને પશુપાલન વિશે માર્ગદર્શન મેળવ્યું હતું કાર્યક્રમ પૂરો થતા તમામ ખેડૂતો સમૂહ ભોજન લઇ છુટા પડ્યા હતા .
વિડીઓ જોવા માટે કલીક કરો