ભારત બંધ અંતર્ગત સુઈગામ ખાતે ખેડૂત નેતા ની અટકાયત કરાઈ …

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ

બનાસકાંઠા : ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે રાષ્ટ્રીય કિસાન મોરચાએ સોમવારે ભારત બંધનુ એલાન જાહેર કર્યુ છે જેના ગુજરાતમાં ખેડૂત સંગઠનો, ટ્રેડ યુનિયનો ઉપરાંત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા પણ ટેકો જાહેર કર્યો છે જે અંતર્ગત  સરહદી  બનાસકાંઠા ના સુઇગામ ખાતે  આજે સંયુક્ત કિસાન મોરચા દિલ્હી ના આદેશ મુજબ ભારત બંધ નું એલાન આપવા માં આવેલ હતું અને આ ભારત બંધ ને રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા સમર્થન આપવા આવેલ પરંતુ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસ દ્વારા રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા  જીલ્લા કોષાઅધ્યક્ષ વિક્રમભાઈ ગામોટ , ખેડૂત સંગઠન IT સેલ ઈશ્વરભાઈ એલ.સોઢા અને સુઈગામ તાલુકા ખેડૂત સંગઠન પ્રમુખ મયુરભાઈ આર.પટેલની સુઇગામ પોલીસ દ્વારા વહેલી સવારે ઘરપકડ કરવા માં આવી હતી સંયુક્ત કિશાન મોર્ચા દિલ્હી દ્વારા ભારતબંધના એલાનને પગલે કોઈ અનિચ્છનિય બનાવો  અને અઘટિત ઘટના ના ઘટે તેની સાવચેતી ના ભાગરૂપે  સુઈગામ પોલિસ દ્વારા ખેડૂત સંગઠનના પદાધિકારીઓની અટકાયત કરવામાં આવી હતી.અટકાયત બાદ અમારા પ્રતિનિધિ એ ખેડૂત સંગઠન ના નેતા ઓ સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે લેબર કોડ પાછા ખેંચવા જોઇએ, એમએસપીનો કાયદો ઘડવો જોઇએ, ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવા જોઇએ, સરકારી કારખાના,સેવા અને શિક્ષણ-સ્વાસ્થ  ખાનગીકરણ કરવુ જોઇએ નહી.વિવિધ સરકાર ની નીતિ સામે જય જવાન જય કિશાન ના નારા બોલી ઉગ્ર વિરોધ કર્યો હતો ..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version