૨૨ ગામો ની  નવી કેનાલ ની મંજુરી મળતા કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

બનાસકાંઠા ના છેવાડા ના તાલુકા ઓ માં દિવસે દિવસે ભૂગર્ભ જળના તળ ઊંડા ઉતરતા તેમજ ચોમાસા માં વરસાદ નહીવત પડવા ને કારણે ખેડૂતો ને પાણી વગર ખેતી કરવી મુશ્કેલી પડતી હોય છે જેને લઇ ને  વાવ- સુઈગામ તાલુકા માં નર્મદા કેનાલની સિંચાઈના પૂરતા પાણીથી વંચિત એવા ૨૨ ગામોની જે માંગણી હતી જે મુજબ નવી બ્રાન્ચ કેનાલ બનાવા માટે રૂપિયા ૭૬ કરોડ અને  ઢીમાં અને ગડસીસર બ્રાન્ચ ના ગામો માટે 23 કરોડ ટોટલ અંદાજીત ૧૦૦ કરોડ ના ખર્ચે ના  સૈદ્ધાંતિક મંજૂરી ગત રોજ નર્મદા નિગમ સરદાર સરોવર વિભાગ દ્વારા આપવામાં આવતા ખેડૂતો માં ખુશી નો માહોલ છવાયો હતો .તેમજ મંજૂર કરાવવા માટે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નો સિંહ ફાળો રહેલો છે જેમાં લેખિત  અને વિધાનસભા માં રજૂઆત કરી છે જેથી ખેડૂતો ના હિત માં થયેલ આ નિર્ણય ને લઇ વાવ સુઈગામ કોંગ્રેસ પાર્ટી દ્વારા ફટાકડા ફોડી આવકારવામાં આવ્યો હતો .

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version