થરાદ નગરમાં વર્ષો પરંપરા મુજબ થરાદના શેણલનગર સોસાયટી રાજપૂત વાસ તેમજ મહાવીર જૈન દેરાસર પાસે તેમ જ ચાચર ચોક હનુમાન મંદિર ની બાજુમાં પરંપરા મુજબ હોલિકા દહન કરવામાં આવે છે અને થરાદના અનેક વિસ્તારોમાં પણ હોલિકા દહન કરવામાં આવે છે.
એક ઉડો ખાડો કરી તેની અંદર ચાર માટીના કળશ માં રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા એમ અલગ અલગ સિક્કા મુકવામાં આવે છે તેના ઉપર એક માટીનો મોટો કળશ લઇ અને તેમાં પાણી ભરી અને ચારે કળશ ઉપર મૂકવામાં આવે છે તેને દાટી દેવા વામાં આવેછે જેમાં આવનારા વર્ષ નો ચોમાસાના વરસાદનો વરતારો જોવાની પરંપરાગત પ્રથા..
ચાર કળશ મૂકી તેની ઉપર એક માટીનો મોટો કળશ પાણી ભરી અને મૂકવામાં આવે છે જેમાં અષાઢ. શ્રાવણ ભાદરો આસો માસ એમ ચાર માસના ચાર કળશ મુકવામાં આવે છે અને પછી હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં હોળી છાણાનો ઢગલો ગોઠવી અને હોલિકા તૈયાર થાય બાદ તેની ઉપર એક સફેદ અને લાલ કાપડની એક લાકડાનો ડોકા ઉપર ધજા ઢગલાની વચ્ચે ધજા રાખવામાં આવે છે ત્યારબાદ હોલિકા પરગટાવવામાં આવે છે અને હોલિકા આપ પ્રગટ થયા બાદ હોલિકાની વરાળથી ધજાકઈ દિશામાં પડે છે તેના ઉપરથી નક્કી થાય કરવામાં આવે છે કે હા મારા વર્ષમાં આ દિશામાં વરસાદ સારો આવશે તેવી માન્યતા છે જેમાં
બીજા દિવસે જયાં હોળી પ્રગટાવી હોય તે સ્થળે જઈને જમીનમાં દાટેલા માટીના કળશ બહાર કાઢે છે અને તેમાં કયો કળશમાં કેટલો સૂકો કે લીલો છે તે આધારે ચોમાસાના ૪ મહિનમાં કેટલો વરસાદ પડશે તેનું અવલોકન કરી જાહેર કરે છે. કેટલાક જાણકારો તો હોળી પ્રગટાવ્યા બાદ તેની ધજા પડ્યાની દિશા જોયા પછી પણ ચોમાસામાં કેટલો વરસાદ પડશે અને તેની અસરો કેવી રહેશે, કયો પાક સારો થશે અને અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ થશે તેનો આછો પાતળો ખ્યાલ આવતો હોવાની માન્યતા છે
નવ યુગલો માટે હોળી કેમ ખાસ હોય છે જાણો…?

જે નવા યુવકોએ લગ્ન કર્યા હોય તેવા યુવકો પ્રથમ હોળી માતાના દર્શન કરી હોલિકા પ્રગટ થયા બાદ લગ્નમાં જે પણ કપડાં પહેર્યા હોય તે જ કપડાં પહેરી અને હાથમાં તાંબાનો પાણીથી ભરેલો લોટો અને શ્રીફળ હાથમાં તેમજ તલવાર હાથમાં રાખી અને હોળીકા પ્રગટ થયા બાદ ચારે બાજુ ચાર મંગલ ફેરા ફરી પ્રદિક્ષણાbકરી અને પછી શ્રીફળને હોલિકામાં હોમી દેવામાં આવે છે
પશુપાલકો હોળી ની તૈયારીઓ કેટલી હોય છે અને કેવી રીતે…?

હોલિકાના એક મહિના પહેલા પશુપાલકો પોતાની ઘરે છાણા બનાવવામાં આવે છે તેની છાણા સાંજે જા હોલિકા દહન કરવાનું હોય ત્યાં મૂકવામાં આવે છે બાળકો દ્વારા પણ હોલિકાના એક મહિના પહેલા છાણના હોળાયા નો હારડા બનાવવામાં આવે છે અને જે હાયડો બનાવી તેને સુતરના દોરડામાં પરવી અને હોલિકા પ્રગટ થયા બાદ હોલિકાની અગ્નિ વાળો ઉપર ફેરવી અને ઘરે લઈ જવામાં આવે છે અને જૂનો છે તેને હોલિકામાં દહન કરવામાં આવે છે તેમજ જે પશુપાલકો છે તે પશુપાલકો પોતાનો ઘાસચારોનો પૂળો લઈ જાય અને હોલિકા પ્રગટ થયા બાદ હોલિકાની અગ્નિ ઉપર ફેરવી અને પોતાની ઘરે લઈ જાય અને એ પૂળો જે ઘાસ નો ઢગલો પડ્યો હોય તેની અંદર મૂકી દેવામાં આવે છે તેવી માન્યતા છે …
શા માટે બાળક ને દર્શન કરાવવા માં આવે છે…?
જેની ઘરે નાનો બાળક જન્મ્યું હોય અને એ બાળક પ્રથમ હોલિકા હોય તેવા બાળકને પણ તેના માતા-પિતા હોલિકા પ્રગટ થયા બાદ તેને દર્શન કરાવે છે અને હોલિકા પ્રગટ થાય અને ચારે બાજુ પરિક્ષણા કરાવે છે એટલે બાળક પણ તંદુ રહે તેવી લોકોની માન્યતા છે .