થરાદ એમ.એસ.ડી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે 2000 વૃક્ષોનું વૃક્ષારોપણ તેમજ અર્બન ફોરેસ્ટ નું ખાત મુર્હૂત કરવામાં આવ્યું તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત રાજકીય આગેવાનો તેમજ વાલીઓને શપથ લેવડાવવમાં આવ્યા જેમાં પ્રસંગ સહિત અન્ય સારા પ્રસંગમાં ખોટા ખર્ચા ની જગ્યાએ વૃક્ષો વાવીએ તેવી શપથવિધિ કરાવામાં આવી હતી આ પ્રસંગે થરાદ R.F.O સેજલબેન ચૌધરી સ્કૂલ ના ટ્રસ્ટી ભરતભાઈ આચાર્ય વિક્રમભાઈ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઉપ-પ્રમુખ રૂપસિંહભાઈ પટેલ જિલ્લા તેમજ તાલુકાના અધિકારી પદ્ધતિમાં ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલના બાળકોએ તેમજ ઉપસ્થિત રહેનાર તમામ આગેવાનો અને મહેમાનોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી