અ.મે.સ.સે.સં.વાવ સંચાલીત એ.એમ.એસ.વિદ્યાલય, વાવ માં બાળકો માટે પ્રવેશોત્સવ યોજવા માં આવેલ જેમાં અ.મે.સ.સે.સં.વાવ ના પ્રમુખ શ્રી ડૉ.અરુણકુમાર આચાર્ય, ટ્રસ્ટીશ્રી જયરામભાઇ મકવાણા, વકીલ શ્રી વાલજીભાઈ પરમાર જિ.પં.સદસ્ય શ્રી કલાભાઈ મકવાણા,સમાજ ના આગેવાન શ્રીઓ ભગવાનભાઈ, ભલાભાઈ, કલ્પેશભાઈ પંડ્યા, જુદા જુદા વર્ગ માં પ્રવેશ લેતાં દીકરા દીકરી ઓ વાલીઓ ની હાજરી માં બાળકો ને કુમકુમ તિલક સાકર ગોળધાણા ખવડાવી દિપ પ્રગટાવી આવકારવા માં આવ્યા, આ એ.એમ.એસ.વિદ્યાલય,વાવ માં પ્રવેશ મેળવતા તમામ ધોરણ 1 થી 8 ના બાળકો ને ઉત્તમ ક્વોલીટી નું શિક્ષણ મળી રહે તે માટે શિક્ષક શ્રી પી.ડી.વેણ અંગત રસ દાખવી અથાક મહેનત કરવા બદલ તેમને સન્માનવા માં આવેલ, આ એ.એમ.એસ.વિદ્યાલય, વાવ માં શિક્ષણ ફી વિના પ્રવેશ આપવા માં આવેલ છે અને દફતર, ગણવેશ, પુસ્તક વગેરે પણ સમાજ ના દાતાઓ ધ્વારા સહયોગ થી આપવામાં આવ્યું હતું.