સરહદી બનાસકાંઠા ના વાવ વિધાનસભા યુથ કોંગ્રેસ ચુંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસ ના યુવા કાર્યકર્તા ઓ દ્વારા વાવ વિધાન સભા ના પ્રમુખ ઉમેદવારો માં ફોર્મ ભર્યા હતા જેમાં કુલ ૧૫ ઉમેદવારો એ ફોર્મ ભર્યા હતા જેમાં ગામડે ગામડે જઈ યુથ કોંગ્રેસ માં યુવાનો દ્વારા સભ્યપદ ની નોધણી કરાવી હતી જેમાં આજ રોજ ૨૨-૧૧-૨૦૨૧ ના રોજ વાવ વિધાનસભા યુથ કોંગ્રેસ ના પ્રમુખ તરીકે દિનેશભાઈ ડોડીયા (જલોયા) ૧૩૪૯ મતો થી ભવ્યવિજય તો બીજી બાજુ વાવ વિધાન સભા ના ઉપપ્રમુખ તરીકે વિક્રમ સેંગળ (વાવડી) બનતા યુથ કોંગ્રેસ ના કાર્યકર્તા તેમજ વાવ-સુઈગામ-ભાભર તાલુકા કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદારો દ્વારા તેમજ વાવ વિધાન સભા ના કોંગ્રેસ ના કાર્યકર્તા ઓ દ્વારા ચો-ફેર થી આવકાર મળી રહ્યો છે તેમજ વાવ -૭ વિધાન સભા ના યુથ ના કાર્યકર્તાઓ ખુશી નો માહોલ છવાયો ..