ગુજરાત રાજ્યમાં નજીકના દિવસોમાં જ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ શકે છે. રાજકોટમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ આ વાત કરી. તેમણે કહ્યું કે ટુંક જ સમયમાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે શાળાના વર્ગો શરૂ કરાશે સંભવિત પહેલી ડીસેમ્બર થી આ વર્ગો શરુ થઇ જશે જોકે ૧ થી ૫ ના વર્ગો સાપ્તાહિક સમય ધટાડવા નાખવામાં આવશે અને શેક્ષણીક સત્ર ૬ નહિ પણ ૪ મહિનાનું થશે તેવી સંભાવના છે જોકે ૧ થી ૫ ના શેક્ષણીક સત્ર સમય માં વધારો કરવામાં આવે તેવી સંભાવના સેવાઈ રહી છે